________________
૨૨૧
(૪) નિદ્રાપંચક પણ સર્વઘાતી હોવાથી ક્ષયોપશમભાવ થતો નથી. પરંતુ તેનો વિપાકોદય પણ હોય છે અને પ્રદેશોદય પણ હોય છે. નિદ્રાકાળે નિદ્રાપંચકનો વિપાકોદય હોય છે. અને શેષકાળે નિદ્રા ઉદયમાં ન હોવાથી તેનાં કર્મદલિકો કેવલ દર્શનાવરણીયમાં પ્રતિસમયે સ્તિબૂકસંક્રમથી ભળીને પ્રદેશોદય દ્વારા ભોગવાઈને દૂર થાય છે. આ પ્રમાણે નિદ્રાકાળે વિપાકોદય અને શેષકાળે પ્રદેશોદય હોય છે. પરંતુ ક્ષયોપશમભાવ નથી.
(૫) સંજ્વલન ચાર કષાય અને નવ નોકષાય એમ ૧૩ પ્રકૃતિઓનો કેવલ શુદ્ધ ઔદિયકભાવ પણ હોય છે. અને ક્ષયોપશમની સાથે વિપાકોદયરૂપ ઔદિયકભાવ પણ હોય છે. પહેલા ગુણઠાણાથી ચાર ગુણઠાણા સુધી હાસ્યાદિનો કેવળ ઔદિયકભાવ હોય છે. પાંચમા ગુણઠાણાથી કંઈક અંશે સંયમ આવવાથી હાસ્યાદિનો ક્ષયોપશમ સાથે વિપાકોદય હોય છે. તેવી જ રીતે પહેલા ગુણઠાણાથી પાંચમા ગુણઠાણા સુધી સંજ્વલનનો કેવળ ઔયિકભાવ હોય છે. છઠ્ઠા ગુણઠાણાથી ક્ષયોપશમ સાથે ઔયિકભાવ હોય છે. કેટલાક આચાર્યો સંજ્વલન ચારનો ક્ષયોપશમ પાંચમેથી પણ માને છે. તથા સંજ્વલન ક્રોધાદિ ચાર કષાયો ઉદયમાં પરાવર્તમાન હોવાથી ક્રોધના વિપાકોદયકાળે માનાદિ શેષ ત્રણ કષાયોનું કર્મદલિક સ્તિબુસંક્રમથી ક્રોધમાં ભળીને ઉદયમાં આવે છે. એટલે માનાદિ ત્રણનો પ્રદેશોદય પણ હોય છે. એવી જ રીતે માનના ઉદયકાળે ક્રોધાદિ ત્રણનો, માયાના ઉદયકાળે શેષ ત્રણનો અને લોભના ઉદયકાળે શેષ ત્રણનો પ્રદેશોદ્દય હોય છે. એવી જ રીતે પુરુષ વેદના ઉદયકાળે સ્ત્રી-નપુંસકવેદનો પણ પ્રદેશોદય હોય છે. ઈત્યાદિ સમજી લેવું.
(૬) અનંતાનુબંધી આદિ બાર કષાય અને મિથ્યાત્વમોહનીયનો શુદ્ધ ઔયિકભાવ હોય છે. અથવા પ્રદેશોદય સાથે ક્ષયોપશમભાવ હોય છે. પરંતુ વિપાકોદય સાથે ક્ષયોપશમભાવ સર્વઘાતી હોવાથી હોતો નથી. મિથ્યાત્વમોહનીયનો શુદ્ધ ઔદિયકભાવ (ક્ષયોપશમ વિનાનો ઔદયિકભાવ) પહેલા ગુણઠાણે, અનંતાનુબંધીનો પહેલા-બીજા ગુણઠાણે, અપ્રત્યાખ્યાનીયનો ૧ થી ૪ ગુણઠાણાં સુધી, અને પ્રત્યાખ્યાનાવરણનો ૧ થી ૫ ગુણઠાણાં સુધી હોય છે. આ તેરે પ્રકૃતિઓનો ઉદયવિચ્છેદ થયા પછીના ગુણઠાણાથી સાતમા સુધીનાં શેષ ગુણઠાણાઓમાં ક્ષયોપશમ હોય છે અને તે કાળે પ્રદેશોદય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org