SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ છI = છ કર્મો, પંસુહુમાં સૂક્ષ્મ સંપરાય છે અથવા કપરાડુ = અપ્રમત્ત વગેરે, પાંચ તો = ત્યારબાદ, gવવંતો = ઉપશાન્તમોહે પાંચ. ગાથાર્થ- મિથ્યાત્વથી (મિશ્ર ગુણઠાણા વિના) પ્રમત્ત ગુણઠાણા સુધીના જીવો સાત અથવા આઠ કર્મોની ઉદીરણા કરે છે. મિત્રે આઠ કર્મોની જ ઉદીરણા હોય છે. તથા અપ્રમત્તાદિમાં વેદનીય અને આયુષ્ય વિના શેષ છ કર્મોની ઉદીરણા હોય છે. સૂક્ષ્મસંપરાવે છે અથવા પાંચની અને ઉપશાન્ત મોહે પાંચની ઉદીરણા હોય છે. ૬૧ વિવેચન - મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભીને પ્રમત્ત નામના છઠ્ઠા ગુણઠાણા સુધીના જીવો (ત્રીજા ગુણઠાણા વિના) સાત અથવા આઠ કર્મોની જ ઉદીરણા કરે છે. ત્યાં પણ ઉત્પત્તિના પ્રથમ સમયથી જ મૃત્યુની છેલ્લી એક આવલિકા બાકી રહે ત્યાં સુધી સદા આઠે કર્મોની ઉદીરણા ચાલે છે. કારણ કે ઉદય હોય ત્યાં ઉદીરણા નિયમો હોય જ છે. એવો નિયમ હોવાથી સદા આઠની જ ઉદીરણા હોય છે. પરંતુ મૃત્યકાલની છેલ્લી એક આવલિકામાં આયુષ્યકર્મ વિના શેષ સાતકર્મોની જ ઉદીરણા હોય છે. કારણ કે છેલ્લી એક આવલિકામાં આયુષ્યકર્મની ઉદીરણા હોતી નથી. ઉદીરણાનો અર્થ જ એવો છે કે “એક આવલિકા બહાર ગોઠવાયેલા કર્મદલિકને ત્યાંથી ઉપાડી ઉદયાવલિકામાં લાવીને નાખવું તે ઉદીરણા” હવે અહીં આયુષ્ય કર્મ આવલિકા માત્ર જ રહ્યું છે. આવલિકા બહાર આયુષ્યકર્મનાં દુલિકો ગોઠવાયેલાં છે જ નહીં તો ઉદીરણા કરે કોની ! આવતા ભવનું બંધાયેલું આયુષ્ય જો કે સત્તામાં છે અને તે આ આવલિકા બહાર છે. પરંતુ તેનો ઉદય નથી. અને જે આયુષ્યનો ઉદય છે તેનાં દલિકો આવલિકા માત્ર જ છે. માટે અન્તિમ આવલિકામાં આયુષ્યની ઉદીરણા નથી. તેથી તે ચરમ આવલિકામાં સાત કર્મોની જ ઉદીરણા હોય છે. મિશ્ર ગુણઠાણે નિયમા આઠ કર્મોની જ ઉદીરણા હોય છે. કારણ કે મિશ્ર વર્તતો જીવ મૃત્યુ પામતો નથી. તેથી અન્તિમ આવલિકા તેને આવતી નથી. માટે સાતની ઉદીરણા ત્યાં સંભવતી નથી. અપ્રમત્ત-અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ આ ત્રણ ગુણઠાણે વેદનીય અને આયુષ્યકર્મ વિના શેષ છ કર્મોની જ ઉદીરણા હોય છે. આ ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy