________________
૧૬૫
ઉત્તર- તમારો પ્રશ્ન સાચો છે. હકીકત પણ એમ જ છે કે સંયમ અને સમ્યક્ત્વ એ ગુણો હોવાથી આહારક અને જિનનામના બંધહેતુ નથી. પરંતુ નિરવદ્ય યોગ સ્વરૂપ સરાગસંયમ અર્થાત્ સંયમમાં પણ દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેનો અવિચલ રોગ એ આહારકના બંધનું કારણ છે.આ રાગ એ કષાય હોવાથી આહારકનો બંધ દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેના અને વિશેષે સંયમ પ્રત્યેના રાગથી થાય છે. તે રાગ ઉપરોક્ત મૂલ ચાર બંધહેતુમાંથી ત્રીજા કષાય નામના બંધહેતુમાં સમાય છે છતાં આવો દેવ-ગુરુ અને ધર્મનો વિશિષ્ટ પ્રશસ્તરાગ તથા સંયમપ્રત્યેનો અનહદ પ્રશસ્ત રાગ સાતમે આઠમે ગુણઠાણે (છઠ્ઠાભાગ સુધી) જ સંભવે છે. ત્યારબાદ હાસ્યષટ્કનો ઉદય વિલીન થતો હોવાથી પ્રશસ્ત રાગના અભાવે આહારકનો બંધ આઠમાના છઠ્ઠા ભાગથી આગળ સંભવતો નથી. જો કે હાસ્ય ષટ્કનો ઉદય આઠમાના અંતે જાય છે. તેથી આઠમાના સાતમે ભાગે ઉદય છે. તથાપિ તે પ્રલીયમાન હોવાથી નહીવત્ છે. તેથી બલવત્તર ન હોવાથી બંધહેતુ થતો નથી. આ પ્રમાણે આહારકદ્વિકના બંધનો હેતુ પરમાર્થિકપણે સશસ્તરાણ જ છે. પરંતુ આવો પ્રશસ્ત રાગ સાતમા-આઠમા ગુણઠાણાનું સંયમ આવે ત્યારે જ આવે છે. તે પૂર્વે આવો પ્રશસ્ત દૃઢરાગં આવતો નથી. તેથી ‘‘સંયમ’”ને બંધહેતુ કહ્યો છે. આવા પ્રકારના ઉંચા સંયમકાલે આવેલો પ્રશસ્તરાગે બંધહેતુ હોતે છતે તેના આધારરૂપે સંયમને પણ બંધહેતુ કહી શકાય છે તેવી જ રીતે તીર્થંકરનામકર્મનો બંધહેતુ સમ્યક્ત્વગુણ નથી. પરંતુ “વિ જીવ કરૂં શાસનરસી” એવી પરોપકાર કરવાની પરમ ભાવના રૂપ પ્રશસ્ત રાગે જ જિનનામના બંધનું કારણ છે. અને તે કષાયમાં અંતર્ગત થાય છે. આવો પરોપકાર કરવાના ભાવ રૂપ રાગ ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી જ હોય છે. ત્યારબાદ હાસ્યષકનો ઉદય વિલીયમાન હોવાથી વિચ્છેદ પામે છે. તેથી આવા પ્રકારના રાગની સંભાવના ચાર થી આઠ સુધી હોવાથી જિનનામનો બંધ પણ ત્યાં સુધી જ કહ્યો છે. પંચસંગ્રહમાં કહ્યું છે કે તેસા ૩ સાયેહિં તથા વળી સંસારી જીવોને શાસનના રસિક કરવાનો ભાવ ત્યારે જ આવે કે પોતાના હૈયે શાસન બરાબર વસ્યું હોય, એટલે કે આવો પરોપકાર કરવાનો રાગ તો જ આવે જો સમ્યક્ત્વ હોય. અન્યથા ન આવે તેથી રાગ બંધહેતુ હોવા છતાં તે રાગના અસ્તિત્વના આધારભૂત સમ્યક્ત્વને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org