________________
ઉપર
(૨) વૈક્રિયલબ્ધિવાળા તિર્યો અને મનુષ્યો તથા આહારક લબ્ધિવાળા મનુષ્યો જ્યારે નવા વૈક્રિય અને આહારકશરીરની રચના કરે છે. ત્યારે નવા શરીરની પર્યાપ્તિઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને વૈક્રિય અથવા ઔદારિક અને આહારક એમ બન્નેના યોગની મિશ્રતા હોય છે. તેવી જ રીતે શરીરરચના થયા પછી નવા શરીરની બળવત્તરતાના કારણે વૈક્રિયકાયયોગ અને આહારકકાયયોગ કહેવાય છે. તથા નવા શરીરને છોડીને મૂલ ઔદારિકમાં જ સમાપ્ત થતી વેળાએ પણ બને શરીરના યોગની મિશ્રતા હોય છે. હવે પ્રારંભકાળે અને પરિત્યાગ કાળે આ જે ઔદારિકવૈક્રિયની તથા દારિક-આહારકની મિશ્રતા હોય છે. તેને મિશ્રયોગ તો કહેવાય જ, પરંતુ નામ કોનું આપવું ? તે બાબતમાં વિવેક્ષાભેદ છે. સિદ્ધાન્તકારની વિવક્ષા એવી છે કે નવા વૈક્રિય અને આહારકની રચનાના કાલે મૂળભૂત ઔદારિકની પ્રધાનતા છે. માટે ઔદારિકનું નામ આપી પ્રારંભકાલે “ઔદારિકમિશ્ર” કહે છે. અને પરિત્યાગ કાળે વૈક્રિય-આહારકની પ્રધાનતાએ વક્રિયમિશ્ર અને આંહારક મિત્રે એવું નામ આપે છે. તેથી અર્વાચીન શરીરની રચનાકાળે પ્રારંભમાં ઔદારિકમિશ્ર અને પરિત્યાગકાળે વૈક્રિયમિશ્ર-તથા આહારકમિશ્ર કહે છે. જયારે કર્મગ્રંથકાર વૈક્રિય અને આહારક શરીરના પ્રારંભકાળે તથા પરિત્યાગકાળે એમ બન્ને કાળે (પ્રાચીન ઔદારિક શરીર તો સદાનું છે જ. તેથી તેને ગૌણ ગણીને) અર્વાચીન શરીરની જ પ્રધાનતા (બળવત્તરતા) કરીને વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર કહે છે. નજીક નજીકના બે ગામના વચ્ચેના સીમાડાને આ ગામનો છે એમ પણ કહેવાય અને પેલા ગામનો છે એમ પણ કહેવાય. એમ અહીં વિવલાભેદ જાણવો. પરંતુ તત્ત્વભેદ ન જાણવો. તેથી નવા વૈક્રિય-અને આહારકના પ્રારંભકાલે સિદ્ધાન્તકારોએ દારિકમિશ્ર કહ્યું છે. અને કર્મગ્રંથકારોએ નવા શરીરની પ્રધાનતા કરીને વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર કહ્યું છે.
(૩) એકેન્દ્રિય જીવોમાં સાસ્વાદન નથી હોતું એમ સિદ્ધાન્તકાર કહે છે. અને કર્મગ્રંથકારો એકેન્દ્રિયમાં પણ વિકલેન્દ્રિયોની જેમ સાસ્વાદન હોય છે. એમ કહે છે. આ બાબતમાં સિદ્ધાન્તકારની પાસે આવો સુત્રપાઠ છે કેबेइंदियाणं भंते किं नाणी अन्नाणी ? गोयमा! नाणी वि अन्नाणी वि, जे नाणी
*
1:
1;
-
-
-
*
*
*
*
*
'
* * *
*
*
* * *
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org