________________
૧૪૭
થાય છે. તે ૧૩ યોગ પ્રમત્તગુણઠાણે હોય છે. મનના ચાર, વચનના ચાર અને ઔદારિકકાયયોગ એમ નવ યોગ તો પર્યાપ્તા-મનુષ્યને સહજપણે હોય છે. તદુપરાન્ત વૈક્રિયલબ્ધિ તથા આહારકલબ્ધિ છ ગુણઠાણે પ્રમત્ત મુનિને હોઈ શકે છે. તેથી વૈક્રિય-વૈક્રિયમિશ્ર અને આહારક-આહારકમિશ્ર એમ કુલ ચાર યોગ પણ હોઈ શકે છે તેથી કુલ ૧૩ યોગ હોય છે. કાર્પણ અને ઔદારિકમિશ્ર અપર્યાપ્તાવસ્થાભાવિ છે તે વખતે વિરતિ સંભવતી નથી. તેથી છકે ગુણાઠાણે આ બે યોગ નથી.
આ તેર યોગમાંથી વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર વિના બાકીના ૧૧ યોગો અપ્રમત્તગુણઠાણે હોય છે. વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર આ બે કાયયોગ વૈક્રિય અને આહારક શરીરની રચના કરે ત્યારે પ્રારંભકાલે હોય છે. તે વખતે લબ્ધિ ફોરવવાની ઉત્સુક્તાનો ભાવ હોવાથી પ્રમત્ત કહેવાય છે પરંતુ અપ્રમત્તતા કહેવાતી નથી. તેથી અપ્રમત્તે આ બે યોગ નથી. તથા વૈક્રિય-આહારકની છટ્ટે રચના કરીને તે શરીરસંબંધી સર્વપર્યાપ્તિ છ ગુણઠાણે સમાપ્ત કર્યા પછી આ જીવ અપ્રમત્તે જઈ શકે છે. તેથી વૈક્રિય અને આહારક કાયયોગ ત્યાં સંભવે છે. પરંતુ મિશ્રયોગ ત્યાં સંભવતો નથી. કાર્પણ અને ઔદારિકમિશ્ર તો અપર્યાપ્તાવસ્થાભાવિ હોવાથી જ અપ્રમત્તે હોતા નથી.
સયોગી કેવલી ગુણઠાણે કાર્પણ કાયયોગ, ઔદારિકકાયયોગ. ઔદારિક મિશ્રકાયયોગ, પહેલો-છેલ્લો મનયોગ અને પહેલો-છેલ્લો વચનયોગ એમ કુલ સાત યોગ હોય છે. ત્યાં કામણ અને ઔદારિકમિશ્ર કેવલીસમુદ્ધાતમાં અને ઔદારિકકાયયોગ શરીરસ્થ કેવલીને હોય છે. મનયોગ મન:પર્યવજ્ઞાની અને અનુત્તરવાસીને ઉત્તર આપવામાં કેવલી ભગવંતને હોય છે. અને વચનયોગ ધર્મની દેશનાના કાળે હોય છે. શેષ યોગ કેવલીને સંભવતા નથી.
અયોગી ગુણઠાણે એક પણ યોગ નથી. કારણ કે અયોગી અવસ્થા એ યોગના અભાવસ્વરૂપ છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનક ઉપર યોગ કહીને હવે ઉપયોગ સમજાવે છે. तिअनाण दुदंसाइमदुगे अजइ देसि नाणदंसतिगं ॥ ते मीसि मीसा समणा जयाइ केवलदुगंतदुगे ॥ ४८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org