________________
૧૩૦
ગાથાર્થ- માન, ક્રોધ, માયા અને લોભવાળા જીવો અધિક અધિક છે. જ્ઞાનમાર્ગણામાં મનઃપર્યવજ્ઞાનવાળા જીવો થોડા છે. અવધિજ્ઞાનવાળા અસંખ્યાતગુણા છે. તેના કરતાં મતિ-શ્રુતજ્ઞાનવાળા અધિક છે. અને પરસ્પર સમાન છે. તેના કરતાં વિભંગજ્ઞાનવાળા અસંખ્યાતગુણા છે. ૫ ૪૦ ॥
વિવેચન- આ ગાથામાં કષાયમાર્ગણા અને જ્ઞાનમાર્ગણા જણાવે છે. ક્રોધ-માન-માયા-લોભ એમ ચાર કષાય છે. પરંતુ અલ્પબહુત્વની બાબતમાં બીજા કષાયોવાળા જીવો કરતાં માનવાળા જીવો થોડા છે. તેના કરતાં ક્રોધવાળા અધિક છે. તેના કરતાં માયાવાળા અધિક છે. તેના કરતાં લોભવાળા (સૌથી) અધિક છે. સામાન્યથી સર્વે સંસારી જીવોને આ ચારે કષાયો અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્તે પરિવર્તન પામતા જ હોય છે એટલે આપણને આ ચાર કષાયોવાળા જીવોમાં હીનાધિકતા દેખાતી નથી. તો પણ તેમાં હીનાધિકતા છે. તેનું કારણ કે જીવને માન પ્રાયઃ બીજા કષાયો કરતાં અલ્પકાળ રહે છે. તેના કરતા ક્રોધ વધુ કાળ ચાલે છે. ક્રોધ કરતાં પણ માયા અતિશય વધારે કાલ હોય છે. અને માયા કરતાં લોભ (એટલે આસક્તિ-મમતા) વધારે કાલ હોય છે. તેથી જેનો કાળ થોડો તેમાં વર્તનારા જીવો થોડા. જેનો કાલ વધારે તેમાં વર્તનારા જીવો વધારે. આ પ્રમાણે કષાયમાર્ગણામાં અલ્પબહુત્વ જાણવું.
હવે જ્ઞાનમાર્ગણામાં અલ્પબહુત્વ કહે છે. મન:પર્યવજ્ઞાનવાળા જીવો સૌથી થોડા છે. કારણ કે મનઃપર્યવજ્ઞાન માત્ર મનુષ્યને જ થાય છે. તે પણ ગર્ભજ, અપ્રમત્ત અને વિશિષ્ટ લબ્ધિવાળા જીવને જ થાય છે. તેથી શેષજ્ઞાનવાળા કરતાં મન:પર્યવજ્ઞાનવાળા જીવો થોડા છે શાસ્ત્રમાં કહ્યું છે કે “તેં સંનયસ્ત સન્નવમાયરહિયમ્સ વિવિિિદ્ધમો'' ઇત્યાદિ. આ જ્ઞાનવાળા જીવો સંખ્યાતા જ હોય છે. તેના કરતાં અવધિજ્ઞાની જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે સમ્યગ્દષ્ટિ દેવ-નારકીને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે. તથા કોઈ કોઈ સમ્યગ્દષ્ટિ
તિર્યંચ-મનુષ્યને પણ ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ
દેવ-નારકી અસંખ્યાતા છે માટે મનઃપર્યવજ્ઞાનવાળા જીવો કરતાં અવધિજ્ઞાનવાળા જીવો અસંખ્યાતગુણા સંભવે છે. તેના કરતાં મતિ અને શ્રુતજ્ઞાનવાળા જીવો અધિક છે. કારણ કે અવધિજ્ઞાન વિનાના સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યોને પણ મતિ-શ્રુતજ્ઞાન હોય છે. તેથી તે ઉમેરતાં અધિક સંભવે છે. પરંતુ માંહોમાંહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org