SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ મgી અસંખ્યાતગુણા, અગ્નિકાય, |ગદ્ય સાધિક મૂળનિ= પૃથ્વીકાય, અપ્લાય વાગંતા વનસ્પતિકાય અનંતગુણા છે. અને વાયુકાય, | ગાથાર્થ - પંચેન્દ્રિય સૌથી થોડા, તેનાથી ચઉરિન્દ્રિય, તેઈન્દ્રિય અને બેઈન્દ્રિય આ ત્રણ અધિક-અધિક, અને એકેન્દ્રિય અનંતગુણા છે. કાયમાર્ગણામાં ત્રસકાય સૌથી થોડા, અગ્નિકાય અસંખ્યાતગુણા , પૃથ્વી-અ અને વાયુ અધિકઅધિક. તેનાથી વનસ્પતિકાય અનંતગુણા છે. ૩૮ છે વિવેચન = ગતિમાર્ગણામાં અલ્પબદુત્વ કહ્યું. આ ગાથામાં ઈન્દ્રિય અને કાયમાર્ગણામાં અલ્પબદુત્વ જણાવે છે. ઈન્દ્રિયમાર્ગણામાં પંચેન્દ્રિય જીવો . (દેવ-નારકી, પતિર્યંચ અને મનુષ્યો આ ચારે મલીને) સૌથી (એટલે બેઈન્દ્રિયાદિથી) થોડા છે. તેનાથી ચઉરિન્દ્રિય જીવો વિશેષાધિક છે. તેનાથી તે ઈન્દ્રિય જીવો વિશેષાધિક છે. તેનાથી બેઈન્દ્રિય જીવો વિશેષાધિક છે. આ ચારે માર્ગણામાં એકેકમાં જીવોનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે કે “સાતરાજ લાંબાપહોળા ઘનીકૃત એવા આ લોકના અસંખ્યાત કોટાકોટિ યોજન પ્રમાણ ભાગમાં સાતરાજ લાંબી જે અસંખ્યાતી સૂચિશ્રેણીઓ છે. તેના જેટલા આકાશપ્રદેશો થાય તેટલા જીવો છે.” છતાં અસંખ્યાત કોટાકોટિ યોજનાનું માપ નાનું-મોટું અસંખ્યાત જાતનું હોવાથી પરસ્પર અલ્પતા અને બહુત્વતા સંભવે છે. તેનાથી એકેન્દ્રિય જીવો અનંતગુણા છે. કારણ કે વનસ્પતિકાયમાં અનંતાનંત જીવો છે. કાયમાર્ગણામાં ત્રસકાય જીવો સૌથી થોડા છે. જો કે પંચેન્દ્રિયચઉરિદ્રિય-તે ઇન્દ્રિય અને બેઈન્દ્રિય એમ ચારેને ત્રસ કહેવાય. તો પણ તે ચારે ભેગા કરવા છતાં સાતરાજ પ્રમાણવાળા ઘનીકૃત લોકના અસંખ્યાત કોટા-કોટિ યોજનની સૂચિશ્રેણીના પ્રદેશરાશિતુલ્ય જ છે. જ્યારે તેનાથી અગ્નિકાયના જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે તે તો અસંખ્યાત લોકાકાશના પ્રદેશરાશિતુલ્ય છે. તેનાથી પૃથ્વીકાય, તેનાથી અષ્કાય, અને તેનાથી વાયુકાય જીવો અધિક-અધિક છે. જો કે આ ચારે એકેન્દ્રિય જીવો અસંખ્યાત લોકાકાશ પ્રદેશરાશિતુલ્ય જ છે. તો પણ અસંખ્યાતું નાનું-મોટું હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ ઘટે છે. અને તે પ્રજ્ઞાપનાસૂત્રમાં જણાવેલું છે. વાયુકાય કરતાં વનસ્પતિકાય જીવ અનંતગુણા છે. છે ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy