________________
मणनाणचक्खुवज्जा મન:પર્યવજ્ઞાન चउनाण
અને ચક્ષુદર્શન વિના, સંનમ
उवसम
वेगे
=
અળહરિ = અણાહારીમાર્ગણામાં, तिन्निदंसण ત્રણ દર્શન,
વરનાળા = ચાર જ્ઞાન,
૧૧૪
શબ્દાર્થ
=
=
Jain Education International
ચાર જ્ઞાન,
ચાર સંયમ, ઉપશમસમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ,
-
ओहिदंसे य
ગાથાર્થ = અણાહારી માર્ગણામાં મનઃપર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વર્જીને શેષ ૧૦ ઉપયોગ જાણવા. ચાર જ્ઞાન, ચાર સંયમ, ઉપશમ અને વેદકસમ્યક્ત્વમાં તથા અવધિદર્શનમાં ત્રણદર્શન અને ચાર જ્ઞાન એમ સાત ઉપયોગ હોય છે ૩૪
વિવેચન અણાહારી માર્ગણામાં મનઃપર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન વિના બાકીના ૧૦ ઉપયોગ હોય છે. કારણ કે અણાહારી અવસ્થા વિગ્રહગતિમાં, ઉત્પત્તિના પ્રથમ સમયે અને કેવલી સમુદ્દાતમાં તથા અયોગી ગુણઠાણે હોય છે. ત્યાં વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન, મિથ્યાદૃષ્ટિને ત્રણ અજ્ઞાન, તથા બન્નેને અચક્ષુદર્શન, સમ્યગ્દષ્ટિ અવધિજ્ઞાનીને અવધિદર્શન, કેવલીને કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ ૧૦ ઉપયોગો સંભવે છે. પરંતુ મન:પર્યવજ્ઞાન અને ચક્ષુદર્શન આ બે ઉપયોગો અણ્ણાહારી માર્ગણામાં સંભવતા નથી કારણ કે આ બે ઉપયોગ પર્યાપ્તાવસ્થામાં જ સંભવે છે અને અણાહારીપણું અપર્યાપ્તાવસ્થા ભાવી જ છે. અથવા કેવલીને જ છે. તેથી બે ઉપયોગ વિના શેષ ૧૦ ઉપયોગ હોય છે.
અને અવધિદર્શનમાં.
મૂલગાથામાં કહેલ પડ શબ્દ જ્ઞાન અને સંયમ એમ બન્નેની સાથે જોડવાનો હોવાથી મતિ-શ્રુત-અવધિ-મનઃપર્યવ એમ ચાર જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાય એમ ચાર ચારિત્ર, ઉપશમસમ્યક્ત્વ, ક્ષયોપશમ સમ્યક્ત્વ અને અવધિ દર્શન એક કુલ ૧૧ માર્ગણામાં ચાર જ્ઞાન અને ત્રણ દર્શન કુલ સાત જ ઉપયોગ હોય છે કારણ કે અગિયારે આ માર્ગણા ૪થી૧૨ ગુણસ્થાનકોની અંદર જ યથાસંભવ હોય છે, ત્યાં ત્રણ અજ્ઞાન અને કેવલદ્વિક સંભવતાં નથી. ત્રણ અજ્ઞાન પહેલા-બીજા અને ત્રીજા ગુણઠાણામાં જ હોય છે. જ્યાં આ માર્ગણા નથી. અને કેવલદ્ધિક તેરમે-ચૌદમે હોય છે ત્યાં પણ આ માર્ગણા નથી. માટે ૪ જ્ઞાન અને ૩ દર્શન એમ સાત
For Private & Personal Use Only
www.jainelibrary.org