________________
૧૧૧
ગાથાર્થ :- ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી માર્ગણામાં બે અજ્ઞાન અને બે દર્શન એમ ચાર ઉપયોગ હોય છે. એકેન્દ્રિય-બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય અને પાંચસ્થાવરમાં તે જ ચારમાંથી ચક્ષુદર્શન વિના ત્રણ ઉપયોગ હોય છે. ત્રણ અજ્ઞાન અભવ્ય અને મિથ્યાત્વદ્રિકમાં ત્રણ અજ્ઞાન અને બે દર્શન હોય છે. એ ૩૨ .
વિવેચન :-ચઉરિદ્રિયમાર્ગણા અને અસંજ્ઞી માર્ગણા એમ આ બે માર્ગણામાં મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે અજ્ઞાન તથા ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એમ બે દર્શન કુલ ચાર ઉપયોગો હોય છે. સમ્યકત્વ ન હોવાથી પાંચજ્ઞાન અને કેવલદર્શન નથી. તથા અવધિલબ્ધિ ન હોવાથી અવધિદર્શન અને વિર્ભાગજ્ઞાન ઘટી શકતું નથી. એમ ૮ ઉપયોગ વિના ચાર હોય છે.
તથા એકેન્દ્રિય-બેઇન્ટિય-તે ઇન્દ્રિય અને પૃથ્વીકાય-અપકાય તેઉકાયવાઉકાય-વનસ્પતિકાય એમ પાંચકાયમાર્ગણા કુલ આઠ માર્ગણાઓમાં ઉપરના ચાર ઉપયોગમાંથી ચક્ષુદર્શન વિના શેષ ત્રણ ઉપયોગી હોય છે. કારણ કે આ આઠ માર્ગણાઓમાં સમ્યકત્વાદિ તો નથી જ. પરંતુ ચક્ષુ પણ નથી તેથી ચક્ષુદર્શન પણ સંભવતું નથી. માટે શેષ ૩ ઉપયોગ જ હોય છે.
તથા મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અને વિર્ભાગજ્ઞાન એમ કુલ ત્રણ અજ્ઞાનમાર્ગણા તથા અભવ્યમાર્ગણા, મિથ્યાત્વ તથા સાસ્વાદનમાર્ગણા એમ કુલ ૬ માર્ગણામાં ત્રણ અજ્ઞાન અને બે દર્શન એમ કુલ પાંચ ઉપયોગ હોય છે. આ છએ માર્ગણાઓમાં સમ્યકત્વ, સંયમ અને કેવલજ્ઞાનાદિ ઉચ્ચ ભાવો ન સંભવતા હોવાથી તથા પ્રથમનાં ત્રણ ગુણસ્થાનકોમાંથી જ યથાયોગ્ય ગુણસ્થાનક હોવાથી પાંચ જ્ઞાન, અવધિદર્શન અને કેવલદર્શન સંભવતાં નથી.
પ્રશ્ન- આ છ માર્ગણામાં પહેલું બીજું અને ત્રીજું ગુણસ્થાનક યથાયોગ્ય હોય છે. ત્યાં ત્રણ અજ્ઞાન હોય તેમ તમે જ કહો છો. તો મતિ-શ્રુત અજ્ઞાનવાળાને જેમ દર્શનોપયોગમાં ચક્ષુ-અચક્ષુદર્શન જણાવો છો. તે જ રીતે આ જ છે માર્ગણામાં વિર્ભાગજ્ઞાન પણ તમારા જ વડે કહેવાયું જ છે. તો તે વિર્ભાગજ્ઞાનવાળાને અવધિદર્શન પણ કહેવું જોઈએ તે કેમ કહેતા નથી ! અજ્ઞાન ત્રણ અને દર્શન બે જ હોય એમ કેમ કહો છો ? અવધિદર્શન સહિત કુલ ત્રણ દર્શન હોય છે એમ કહેવું જોઈએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org