SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ભાવનાઓનું ભાવન, તેના આધારે એકાગ્રતા વધવાથી સંસ્થાનવિચય આદિ ધર્મધ્યાનની ધારાને અંતે કર્મકંટકોને કાઢવાના ઉપાયોની અને જીવમાત્રને નિર્દોષ શુદ્ધ સ્વરૂપે નિહાળવાની અનુપ્રેક્ષા... આ છે આ કર્મ પૃથક્કરણના લાભો. આમાં “જ્ઞાની શ્વાસોશ્વાસમાં....' ક્રોડ ભવના કર્મો શ્વાસમાત્ર કાળમાં નાશ કરવાની શાસ્ત્રપંક્તિ ચરિતાર્થ થતી અનુભવી શકાય. અધ્યાત્મ યોગીને આનંદઘન હોય છે, એવી સાર્થક પ્રતીતિ થાય છે. વળી, આ પૃથક્કરણનો અભ્યાસ શુષ્ક પઠન-ચિંતન માટે નહીં, પણ સતત જીવનોપયોગી, સાવધાનીદર્શક, ઉચ્ચપ્રકાશના પંથ માટે પણ બને છે. આનો અભ્યાસી જીવ સતત વિચારે, મનુષ્ય તરીકે હું કેટકેટલી માર્ગણાઓને સ્પર્શી રહ્યો છું. હાલ મારા ચડાવ-ઉતારના ગુણસ્થાનકો કયા કયા છે ? બહારનો પ્રસંગ કે પુરુષ મારા ગુણસ્થાનકોમાં જરાય ડખલ કરી શકતા નથી, પણ તે વખતે મેં અપનાવેલો અભિગમ, ઉભી કરેલી લેશ્યા, કે પકડેલું વલણ મારા આત્માને ઉપર-નીચે કરી શકે છે ! હું જ મારો મિત્ર! હું જ મારો દુશ્મન! આવા પ્રસંગે કરેલો સંક્લેશ-કરેલા અશુભ અધ્યવસાયો મને કેટલા ગુણસ્થાનક નીચે ઉતારી શકે છે, અને તે વખતે કેટલી અશુભ પ્રકૃતિઓનો ઉદય, ઘાતકર્મોની તીવ્રતા ને અશુભ કર્મોના ચીકણા બંધ કરાવી શકે છે, તો એ પ્રસંગે રાખેલા સમતા-સ્વસ્થતાના ભાવો મને ગુણસ્થાનકોમાં કેટલે ઊંચે પહોંચાડી શકે છે, કેટલી શુભપ્રકૃતિઓના તીવ્ર ઉદય કરાવી શકે છે. ઘાતિકર્મોની તીવ્રતામાં કેટલી મંદતા લાવી શકે છે અને કેટકેટલા ખોટા કર્મોના બંધથી બચાવી શકે છે ! મારો ક્ષણવારનો અશુભ ભાવ કેટકેટલા કોટાકોટી સાગરોપમ સુધી આત્મા પર ચોંટી રહેનારા કર્મોનું કારણ બની શકે ! હાય, સંલેશ ક્ષણનો અને સજા જનમોજનમની ! ના ! મારે નથી કરવા એવા સંકલેશ! આવી જાગૃતિ મળે છે. આ કર્મગ્રંથના અભ્યાસથી. આ જ કારણ છે કે કર્મ અંગેનું વિપુલ સાહિત્ય શ્રી જૈનશાસનમાં ઉપલબ્ધ છે અને નવું-નવું પણ સર્જાતું જાય છે. પંડિતવર્ય શ્રી ધીરૂભાઈ અધ્યાપનની સાથે લેખન ક્ષેત્રમાં પણ સતત પ્રવૃત્તિશીલ છે અને એ રીતે શ્રી સંઘની ભાવશ્રત અને દ્રવ્યશ્રુત . બન્ને સંપત્તિમાં વધારો કરી રહ્યા છે જે ખૂબ અનુમોદનીય છે. એમની એક પ્રશંસનીય વિશેષતા એ છે કે સંશોધન અંગેનું કોઇપણ સૂચન એમને નિ:સંકોચ પણે કહી શકાય છે અને તેઓ અત્યંત નમ્રપણે-સરળતા-નિખાલસતાથી એનો સ્વીકાર કરે છે. કયાંય કશો ય આગ્રહ કે સ્વનિરૂપણનો યેનકેન પ્રકારેણ બચાવ કરવાની વૃત્તિ જોવા મળતી નથી. ૧ થી ૩ કર્મગ્રન્થ પછી, ચોથા કર્મગ્રન્થ પરનું તેઓનું આ વિવેચન પણ જિજ્ઞાસુઓને બોધપ્રદ બનશે જ એમાં શંકા નથી. વધુ ને વધુ ભાવુકો જૈનશાસનની આ અમૂલ્ય શ્રુતસંપત્તિના અર્થી બનો...... અને અર્થી બનીને આવા પ્રકાશનોના પરિશ્રમને સફળતા બક્ષો એવી વિનંતી સાથે. શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મજિત-જયશેખરસૂરિ શિષ્યાણ પંન્યાસ અભયશેખરવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy