SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ દ્વિતીય કર્મગ્રંથ બંધાય છે. આ ૬૩ માંથી શોક-અરતિ-અસ્થિરદ્રિક, અપયશ અને અસતાવેદનીય એમ કુલ ૬ પ્રકૃતિઓને છઠ્ઠા ગુણઠાણાના અંતે બંધવિચ્છેદ થાય છે. અથવા જો છ ગુણઠાણે બાંધવા માટે પ્રારંભેલું દેવાયુષ્ય પણ ત્યાં પૂર્ણ કરી લે, એટલે કે તેનો બંધ છકે જ જો સમાપ્ત થઇ જાય તો ૬+૧=૭ નો બંધવિચ્છેદ છડે ગુણઠાણે થાય છે. ત્રેસઠમાંથી ૬ અથવા ૭ ઓછી કરવાથી પ૭-૫૬નો બંધ સાતમે ગુણઠાણે થવો જોઇએ. પરંતુ વિશિષ્ટ સંયમ (અપ્રમાદભાવવાળું) હોય તો જ પ્રશસ્તરાગથી બંધાય એવું આહારદ્ધિક કે જે ઓધે ઓછું કરેલ છે તે બેનો બંધ સાતમે ગુણઠાણે અધિક સંભવે છે. તેથી બે પ્રકૃતિ બંધમાં ઉમેરાય છે માટે પ૭-પ૯ને બદલે ર ઉમેરતાં પ૯પ૮ બંધાય છે. આ વાત હવે પછીની ગાથામાં ગ્રંથકારશ્રી જ સ્પષ્ટ કરે છે. ૭ | गुणसट्ठि अप्पमत्ते, सुराउं बंधंतु जइ इहागच्छे । अन्नह अट्ठावन्ना, जं आहारगदुगं बंधे ॥ ८ ॥ (एकोनषष्टिरप्रमत्ते, सुरायुर्बध्नन् यदि इहागच्छेत् । अन्यथाऽष्टपञ्चाशद्यदाहारकद्विकं बन्धे ) શબ્દાર્થ= ગુણટ્ટિ= ઓગણસાએઠ, અપ્રમત્તે= અપ્રમત્તગુણઠાણે, સુર૩= દેવાયુષ્ય, વંથંતુ= બાંધતો બાંધતો, ન$= જો, રૂઢ= અહીં, આચ્છે= આવે તો, અન= અન્યથા-નહીં તો, ગઠ્ઠાવના= અઠ્ઠાવન, i= જે કારણથી, શીદાર, આહારકદ્ધિક, વંધે= બંધમાં. ગાથાર્થ- જો દેવાયુષ્ય બાંધતો બાંધતો અહીં સાતમે ગુણઠાણે આવે તો ઓગણસાઠ પ્રકૃતિઓ બાંધે છે અન્યથા (જો છ દેવાયુષ્ય સમાપ્ત કરીને આવે તો) અઠ્ઠાવન બાંધે છે કારણકે અહીં સાતમે આહારકટ્રિક બંધમાં અધિક છે. | ૮ | વિવેચન- સાતમું અપ્રમત્તગુણસ્થાનક અતિવિશુદ્ધ છે. અને આયુષ્યકર્મનો બંધ ઘોલના પરિણામથી (ચડ-ઉતર-પરિવર્તનશીલ પરિણામથી) થાય છે. માટે અપ્રમત્તગુણઠાણે આયુષ્યના બંધનો જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy