________________
કર્મસ્તવ
૭૧
કહ્યાં તે કેમ ઘટે ? અર્થાત્ મન હોય તો એકાગ્રતા રૂપ ધ્યાન સંભવે. પરંતુ જ્યાં મન જ નથી ત્યાં ધ્યાન શું ?
ઉત્તર- અહીં મનની એકાગ્રતા તે ધ્યાન ન સમજવું. પરંતુ જ્યારે મન હોય છે ત્યારે મનની ચંચળતાને (અસ્થિરતાને) રોકવી તે જેમ ધ્યાન કહેવાય છે તેમ આત્મપ્રદેશોની ચંચળતાને રોકવી તે પા ધ્યાન કહેવાય છે. તેરમા ગુણસ્થાનક સુધી આત્મપ્રદેશોની ચંચળતા (અસ્થિરતા) કદાપિ અટકતી જ નથી, તેથી ત્યાં આત્મપ્રદેશોની ચંચળતાને રોકી શકે એવા ધ્યાનની વિવક્ષા કરી જ નથી. પરંતુ અહીં મન-વચન-બાદર કાયયોગ ગયા પછી તેરમાના છેડે આત્મપ્રદેશોની ચંચળતા (અસ્થિરતા) લગભગ અટકી ગઇ છે માત્ર સૂક્ષ્મકાયયોગ પુરતી જ ચાલુ છે તે પણ નિરુધ્યમાન છે. માટે “આત્મપ્રદેશો! સ્થિરતા' એ રૂપ ધ્યાન કેવલીમાં સમજવું. ચૌદમે સર્વથા અયોગી હોવાથી પૂર્ણપણે આત્મપ્રદેશોની સ્થિરતા રૂપ શુક્લધ્યાનનો ચોથો પાયો
હોય છે.
પ્રશ્ન- કેવલજ્ઞાની ભગવાનને તેરમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી સૂક્ષ્મવચનયોગ રૂંધે ત્યાં સુધી કયું ધ્યાન હોય છે ?
ઉત્તર- ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ૪-૪ ભેદોમાંથી એકે ધ્યાન હોતું નથી. કારણ કે ક્ષીણમોહી હોવાથી પૌલિક ભાવમાં જવા રૂપ મન-વચન-કાયાના યોગો તેઓને હોતા જ નથી કે જેથી મનની એકાગ્રતા’’ એ પ્રથમ અર્થવાળું ધ્યાન ઘટે. તથા હજુ સયોગી હોવાથી “આત્મપ્રદેશોની સ્થિરતા' એ રૂપ પણ ધ્યાન થતું નથી. માટે કેવલીભગવન્તોને શાસ્ત્રોમાં ધ્યાનાન્તરિકા દશા કહી છે. બન્ને અર્થોમાંથી એક પણ પ્રકારનું ધ્યાન હોતું નથી.
માના
આ પ્રમાણે પાંચ હસ્વ સ્વરના ઉચ્ચારણ કાળ પ્રમાણ ચૌદમા ગુણસ્થાનકે ચારે અવાતી કર્મોને વદતો-વેદતો ક્ષય કરવા દ્વારા ચૌદ ચરમ સમયે આ જીવ આવે છે. તે ચરમ સમયે સર્વ અધાતીકર્મો ખપાવી, શરીરનો ત્યાગ કરી. અશરીરી, શુદ્ધ, બુદ્ધ, અમૂર્ત, એવો શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org