SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. દ્વિતીય કર્મગ્રંથ છે જેમ મોટા જાડા કાને છેદતો સુથાર તે જ કાષ્ટનું આલંબન લે છે તેમ અહીં જાણવું. હજુ સુધી આત્મપ્રદેશો શરીરની સાથે વ્યાપ્ત છે. શરીરમાં જ્યાં જયાં પોલાણ છે ત્યાં ત્યાં વચ્ચે વચ્ચે આત્મપ્રદેશો નથી. તેને બદલે હવે આ સૂક્ષ્મકાયયોગનો વિરોધ કરતી વખતે શુક્લધ્યાનના પ્રતાપથી વદન-ઉદર-આદિ શરીરના પોલાણભાગોમાં પણ આત્મપ્રદેશને લાવીને નક્કર ગોળા જેવો આત્મપ્રદેશોનો ઘન બનાવે છે. તેના કારણે તે આત્માનું શરીર જેમનું તેમ જ રહે છે પરંતુ આત્માની લંબાઇ-પહોળાઈ અને જાડાઇ બે તૃતીયાંશ થઇ જાય છે. આ પ્રમાણે યોગનિરોધ કરી, બે તૃતીયાંશ અવગાહનાવાળો બનતો આ આત્મા (૧) સાતાવંદનીયના બંધનું, (૨) શુક્લલશ્યાને અને (૩) તેરમા ગુણસ્થાનકને સમાપ્ત કરી ચૌદમે આવે છે. (૧૪) અયોગીકેવલી ગુણસ્થાનક મન-વચન અને કાયાના યોગો સર્વથા નથી જેને એવા કેવલી ભગવાનનું જે ગુણસ્થાનક તે અયોગિકેવલીગુણસ્થાનક. આ ગુણસ્થાનકે આવેલો આત્મા “બુચ્છિન્નક્રિયા અપ્રતિપાતી” ધ્યાનવાળો હોય છે. , અહીં યોગરહિત હોવાથી આત્મપ્રદેશો મેરૂ પર્વતની જેમ અત્યન્ત સ્થિર હોય છે. તેને જ “શૈલેશીકરણ' કહેવાય છે. મિથ્યાત્વાદિ ચારે પ્રકારના કર્મબંધના હેતુઓથી રહિત આ આત્મા છે. તેથી તે આત્માને બીલકુલ કોઈ કર્મ આવતું (બંધાતું) નથી. તેને “સર્વસંવરભાવ” અથવા “અનાશ્રવભાવ” કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ ચોદ સ્વરોમાં જે સ્ત્ર પાંચ સ્વરો છે (-૩-૩-22-7) તેનું ઉચ્ચારણ કરતાં (બોલતાં) જેટલો સમય લાગે તેટલો જ કાળ જાણવો અર્થાત્ મધ્યમ અન્તર્મુહૂર્ત કાળ હોય છે. પ્રશ્ન- તેરમા ગુણસ્થાનકના છે અને ચૌદમ ગુણસ્થાનકે “મનયોગ' તો છે જ નહીં, તો પછી તે બન્ને જગ્યાએ અનુક્રમ સૂક્ષ્મ કિયા અપ્રતિપાતી અને છિન્મ કિયા અપ્રતિપાતી એમ જે બે પાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy