________________
કર્મસ્તવ
૬૧ તૃતીય સમયવત અધ્યવસાય સ્થાનો તદન ભિન્ન છે, એમ પ્રતિસમયે ભિન્ન ભિન્ન અધ્યવસાય સ્થાનો છે.
વળી પ્રથમસમયવર્તી જે અસંખ્યાત અધ્યવસાય સ્થાન છે તેના કરતાં દ્વિતીય સમયવર્તી જે અસંખ્યાત અધ્યવસાય સ્થાને છે તે કંઇક અધિક છે, કારણકે પ્રથમ સમયમાં ઘણા-ઘણા જીવોનું જે સરખું-સરખું અધ્યવસાય સ્થાન હતું તે બીજા સમયમાં જતાં કોઇ કોઇ જીવનું અધ્યવસાય સ્થાન જુદું પણ પડી જાય છે, કારણકે કોઈકમાં અલ્પ વિશુદ્ધિ વધે છે અને કોઇકમાં વધારે વિશુદ્ધિ વધે છે.
આ ગુણસ્થાનકનો કાળ ઉપશમશ્રેણી આશ્રયી જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત હોય છે. કારણકે ઉપશમશ્રેણીગત આત્મા આઠમાં ગુણસ્થાનકે પ્રવેશ કરી આયુષ્ય પૂર્ણ થવાથી એકસમયબેસમય આદિ રહીને પણ મૃત્યુ પામી દેવલોકમાં જઈ શકે છે, માટે જઘન્ય ૧ સમય પણ કાળ હોય છે. પરંતુ ક્ષપકશ્રેણિ આશ્રયી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત જ કાળ હોય છે. કારણ કે તેમાં મૃત્યુ સંભવતું જ નથી.
આ ગુણસ્થાનક વધુમાં વધુ એક જીવને આખા સંસારચક્રમાં અનેક ભવભ્રમણ કરતાં નવ વાર પ્રાપ્ત થાય છે ચાર વાર ઉપશમ શ્રેણી ચડતાં ચાર વાર ઉપશમ શ્રેણીથી પડતાં અને એક વાર ક્ષપકશ્રેણીમાં ચડતાં એમ ૯ વાર આવે છે. પરંતુ એકભવમાં કર્મગ્રંથના મિતે વધુમાં વધુ ૨ વાર ઉપશમ શ્રેણી માંડી શકાતી હોવાથી આ ગુણસ્થાનક ૪ વાર આવી શકે છે. એકવાર ઉપશમ શ્રેણી માંડીને ક્ષપકશ્રેણી માંડે તોરણ વાર આવી શકે છે. પરંતુ સિદ્ધાન્તકારના મતે તો એકભવમાં વધુમાં વધુ બે જ વાર ઉપશમશ્રેણી માંડતો હોવાથી અને એકવાર પણ ઉપશમ શ્રેણિ માંડનાર ક્ષપકશ્રેણિ નું માંડતા હોવાથી ઉપશમશ્રેણી માંડે તો ચાર વાર અને ક્ષપકશ્રેણી માંડે તો એક જ વાર આ ગુણસ્થાનકે આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org