________________
૫૮
દ્વિતીય કર્મગ્રંથ છે. વર્તમાન કાળમાં હાલ પામે છે અને ભવિષ્યકાળમાં જે જે જીવો આ ગુણસ્થાનકને પામશે તે ત્રણ કાળના સર્વ જીવોને સામે રાખીને જો
એ તો તેઓ સર્વે આઠમા ગુણસ્થાનકના પ્રથમ સમયમાં જે હતાછે અને આવશે તે સર્વે જીવો પ્રથમ સમય વતી હોવા છતાં પરસ્પર અધ્યવસાયો તેઓના સરખા હોતા નથી. કોઇક જીવના થોડા વિશુદ્ધ, કોઇક જીવના વધારે વિશુદ્ધ અને કોઇક જીવના અતિશય ઘણા વિશુદ્ધ હોય છે. એવી જ રીતે તે જ જીવો જ્યારે આઠમા ગુણસ્થાનકના બીજા સમયમાં આવ્યા છે. આવે છે અને આવશે તે સર્વ જીવોના અધ્યવસાય પણ પરસ્પર હીનાધિક વિશુદ્ધિવાળા જ હોય છે. એમ સર્વ સમયોમાં પરસ્પર હીનાધિક વિશુદ્ધિવાળા અધ્યવસાયસ્થાનકો હોવાથી આ ગુણસ્થાનકનું બીજું નામ “નિવૃત્તિકરણ” છે.
પ્રશ્ન- આ આઠમા ગુણસ્થાનકમાં ભૂતકાળમાં અનંતા જીવો * આવ્યા હશે, ભાવિમાં પણ અનંતા જીવો આવશે, વર્તમાનમાં ક્યારેક હોય અને ક્યારેક ન પણ હોય. એમ ત્રણે કાળના મળીને કુલ અનંત જીવો આવેલા અને આવવાવાળા છે. આ દરેક જીવના જો અધ્યવસાયો ભિન્ન-ભિન્ન તરતમતાયુક્ત વિશુદ્ધિવાળા જ હોય તો તો અધ્યવસાય સ્થાનો કુલ અનંતા થશે. શાસ્ત્રોમાં તો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ જ (અર્થાત્ અસંખ્યાતા જી અધ્યવસાય સ્થાનો જણાવેલાં છે. તો આ વાત સંગત કેમ થાય?
ઉત્તર- અનંતા જીવો પૈકી ઘણા-ઘણા જીવોના અધ્યવસાયો પુરસ્પર સરખા પણ હોય છે. પરંતુ સર્વેના સરખા હોય એમ બનતું નથી. જેમ સ્કુલના એક વર્ગમાં (S-S-C માં) ધારો કે ૧OOO દસ હજાર છોકરાઓ પરીક્ષામાં બેઠા, તેઓનું સર્વનું પરિણામ સરખું આવતું નથી, કોઇકને ૨૫ માર્ક, કોઇકને ૧૬ માર્ક, કોઇકને ૧૭ માર્ક યાવત્ કોઇકને ?'-૧CO માર્ક પણ આવે છે. છતાં ૨૫ માર્કવાળા પણ ઘણા હોય છે૧૬ માર્કવાળા પણ ઘણા હોય છે. એટલે જેમ :- 0:00 વિદ્યાર્થીઓની વાતમતા ૧થી૧૦૦ ગુણાંકમાં સમાઇ જાય છે તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org