________________
૫૪
દ્વિતીય કર્મગ્રંથ આવે છે. આ બન્ને ગુણસ્થાનકો સાધુ જીવનમાં વારાફરતી આવ્યા જ કરે છે. તેથી આ બન્નેમાંનું કોઇ પણ એક ગુણસ્થાનક જઘન્યથી ૧ સમય, અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત જ હોય છે. બંનેનો સાથે મળીને કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વક્રોડ વર્ષ છે.
આ ગુણસ્થાનકોમાં વર્તનારા જીવો સર્વથા પ્રાણાતિપાતનો ત્યાગ આદિ પાંચ મહાવ્રતવાળા હોય છે. મન-વચન-કાયાથી પાપો કરવાકરાવવા-અને અનુમોદવાના સર્વથા ત્યાગી હોય છે. છ કાયની હિંસા અને મન સાથે છ ઇન્દ્રિયોના વિષયભોગો, એમ બારે પ્રકારની અવિરતિ ના ત્યાગી હોય છે. તેથી જ “સર્વવિરતિધર” કહેવાય છે.
દેશવિરતિ ગુણસ્થાનકે સાતકર્મોની જે સ્થિતિસત્તા છે તેનાથી સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઓછી થયે છતે આ ગુણસ્થાનકો આવે છે. આ બન્ને ગુણસ્થાનકોમાં પણ ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષયિક સમ્યકત્વ હોય છે.
જે જીવો સમ્યકત્વ પ્રાપ્ત કરી ચોથે-પાંચમે ગુણસ્થાનકે આવ્યા છે. તેઓ જ આ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. અથવા પહેલા ગુણસ્થાનકથી સમ્યકત્વ સાથે સંયમ પામે તો છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકને પણ પામી શકે છે. પરંતુ સમ્યકત્વ પામ્યા વિનાના મિથ્યાષ્ટિ જીવો જો દેશવિરતિ કે સર્વવિરતિ ગ્રહણ કરે તો પણ તેમને પહેલું જ ગુણસ્થાનક ગણાય છે. સંસારનો સર્વત્યાગ કરવા છતાં છઠ્ઠુંસાતમું ગુણસ્થાનક આવતું નથી. અર્થાત્ સમ્યકત્વ વિના જ્ઞાન અને ચારિત્ર એ જ્ઞાન-ચારિત્ર ગણાતાં નથી.
આ બન્ને ગુણસ્થાનકોમાં આ જીવ અન્તર્મુહૂર્ત-અન્તર્મુહૂર્ત વારાફરતી આવ-જા કરે છે. પરંતુ એક ગુણસ્થાનકમાં વધુ રહેતા નથી.
પ્રશ્ન- પ્રભુ મહાવીર સ્વામીને સાડાબાર વર્ષની દીક્ષિત છvસ્થાવસ્થામાં માત્ર બે ઘડી જ નિદ્રા આવી છે. તે અપ્રમત્તસયત નામનું સાતમું ગુણસ્થાનક માત્ર અંતર્મુહુર્ત જ ઉત્કૃષ્ટથી હોય તે કેમ ઘટે ? તથા વર્તમાનકાળના અને ભૂતકાળના કોઇ પણ મહાન ગીતાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org