________________
કસ્તિત્વ
૫૩ સુધીનાં વ્રતોનું ધારણ કરવાપણું. (૨) શીલવંત. (સદાચારી). (૩) ગુણવંત (ગુણીયલ જીવન), (૪) ઋજુવ્યવહાર (કપટ-માયા વિનાનો સરળ વ્યવહાર), (૫) ગુરૂશુભૂપક (વડીલોની-ગુરુઓની અને ઉપકારીઓની સેવા કરનાર), (૬) પ્રવચન કુશલ (જૈન શાસ્ત્રો-સિદ્ધાન્ત સમજવામાં પ્રવીણ-દક્ષ. (જુઓ યોગશતક)
પ્રશ્ન- શ્રાવકની ૧૧ પડિમા કઇ કઇ ?
ઉત્તર- (૧) દર્શન પ્રતિમા, (૨) વ્રતપ્રતિમા (૩) સામાયિકપ્રતિમા, (૪) પૌષધ પ્રતિમા, (૫) કાયોત્સર્ગ પ્રતિમા, (૬) અબ્રહ્મવર્જન પ્રતિમા, (૭) સચિત્તવર્જન પ્રતિમા, (૮) આરંભવર્જન પ્રતિમા, (૯) પ્રેગ્યવર્જન પ્રતિમા, (૧૦) ઉદિત્યવર્જન પ્રતિમા, (૧૧) શ્રમણભૂત પ્રતિમા.
આ પાંચમા ગુણસ્થાનકે તિર્યંચો ઉપશમ અને ક્ષયોપશમ એમ બે સમ્યકત્વવાળા જ હોય. કારણ કે તિર્યંચોને જો ક્ષાયિકસમ્યકત્વ હોય તો યુગલિકના ભવમાં જ પૂર્વભવથી લઇને આવેલા હોય છે અને યુગલિકને ચાર જ ગુણસ્થાનક હોય છે. મનુષ્યોને ત્રણે સમ્યકત્વ પાંચમ ગુણઠાણે હોઇ શકે છે.
(૬) પ્રમત્તસંયત- (૭) અપ્રમત્તસંયત.
સંસારના સર્વભાગો, આંરભસમારંભ અને હિંસાદિ સર્વ પાપાચરણાઓનો સંપૂર્ણપણે ત્યાગ કરી “સર્વથા વિરતિ” સ્વીકારનાર આત્માનું જે ગુણસ્થાનક તે છઠ્ઠ-સાતમું ગુણસ્થાનક. આ ગુણસ્થાનકોમાં આવનાર આત્મા સંસારનો સર્વથા ત્યાગી હોવાથી સંયત કહેવાય છે. પ્રત્યાખ્યાનાવરણ કપાયના ઉદયને રોકીને ક્ષયોપશમ કરવા દ્વારા આ ગુણસ્થાનકોએ જીવ આવે છે. પરંતુ દર્શનાવરણીય કર્મ, સંજવલન કષાય તથા નવ નોકપાયાના ઉદયને લીધે ક્યારેક નિદ્રા, વિષય, કષાય અને વિકથા આદિ પ્રમાદવશ બની જાય છે ત્યારે “પ્રમત્તસંવત” નામનું છઠ્ઠું ગુણસ્થાનક આવે છે અને જ્યારે કર્મોના ઉદયની નિર્બળના આવે છે ત્યારે ત્યારે નિદ્રાદિ પ્રમાદા વિનાનું “અપ્રમત્તસંયત” ગુણસ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org