________________
પ૦
દ્વિતીય કર્મગ્રંથ ક્ષાયિક સમ્યક્ત્વનો સાદિ-અનંતકાળ જાણવો. કારણ કે તે સમ્યકત્વ આવ્યા પછી જતું જ નથી.
જૈનશાસ્ત્રોમાં આ સમ્યકત્વના અપેક્ષાવિશેપે અનેક પ્રકારો બતાવ્યા છે. તે આ પ્રમાણે
(૧) તત્ત્વોનું યથાર્થ જ્ઞાન ન ધરાવનાર, તત્ત્વજ્ઞાનના અજાણ, એવા આત્માની જિનેશ્વર પરમાત્માના કહેલાં વચનો અને તત્ત્વો એ જ સત્ય છે એવી દઢ શ્રદ્ધા પૂર્વકની તત્ત્વરુચિ તે દ્રવ્યસમ્યકત્વ
(ર)તત્ત્વોનું યથાર્થ જ્ઞાન ધરાવનાર, સ્યાદ્વાદ-નય-નિપાસપ્તભંગી-સાપેક્ષવાદ આદિના જાણકાર જીવની જિનેશ્વર પરમાત્માના કહેલાં વચનો અને તત્ત્વો એ જ સત્ય છે એવી દઢ શ્રદ્ધા પૂર્વકની ભાવથી તત્ત્વરુચિ તે ભાવસમ્યકત્વ.
. અથવા બીજી રીતે ૨ પ્રકાર
(૧) ઉપદેશ-પ્રતિમા–ગુરુ આદિ બાહ્યા કોઇ પણ નિમિત્ત વિના સહજસ્વભાવે પોતાના આત્માના અભ્યતર વૈરાગ્યયુક્ત પરિણામથી જે સમ્યકત્વ થાય તે નિસર્ગસમ્યકત્વ.
(૨) ઉપદેશ-પ્રતિમા–ગુરુ આદિ બાહ્ય કોઈ પણ નિમિત્તો દ્વારા પોતાના આત્માના અભ્યન્તર વૈરાગ્યયુક્ત પરિણામથી જે સમ્યકત્વ થાય તે અધિગમસમ્યકત્વ.
અથવા ત્રીજી રીતે ૨ પ્રકાર(૧) સમ્યક્ત્વમોહનીયના ઉદયવાળું જે સમ્યકત્વ અર્થાત ક્ષયોપશમ સમ્યક્ત્વ, જેમાં સમ્યક્ત મોહનીયના પુદ્ગલનું વદન ચાલુ છે તે પૌગલિકસમ્યકત્વ.
(૨) સમ્યકત્વમોહનીયનો જયાં ઉદય નથી અર્થાત્ ઓપશમિક અને ક્ષાયિક સમ્યત્વ. કે જેમાં પુદ્ગલનું વેદન નથી તે અપગલિકસમ્યકત્વ.
અથવા ચોથી રીતે ર પ્રકાર(૧) શુદ્ધ આત્મપરિણામનો હેતુ બને તેવો જિનેશ્વર પરમાત્માના તત્ત્વોને માનવાનો. પ્રરૂપવાનો વ્યવહાર કરવો. સભાસમક્ષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org