________________
દ્વિતીય કર્મગ્રંથ (૧) પૂર્વે યથાપ્રવૃત્તકરણ વડે સાતકર્મોની સ્થિતિ જે અંતઃકોડાકોડી કરેલી છે. તેમાંથી પણ આ અપૂર્વકરણ દ્વારા સ્થિતિનો ઘાત કરે છે. સત્તામાં જે સ્થિતિ છે- તેના અગ્રિમ ભાગથી ઉત્કૃષ્ટપણે સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિ તોડે છે. આ બધું કાર્ય માત્ર અંતર્મુહૂર્તના કાળમાં જ કરે છે. આવો સ્થિતિનો ઘાત પહેલાં કદાપિ કર્યો નથી માટે અપૂર્વસ્થિતિઘાત કહેવાય છે. તેવા હજારો સ્થિતિઘાત એક અપૂર્વકરણના અંતર્મુહૂર્ત કાળમાં થાય છે.
•૪૦
(૨) કર્મોની સ્થિતિઘાત વડે જે જે સ્થિતિ ખંડિત કરવામાં આવે છે તેમાં રહેલા તીવ્રરસનો ઘાત કરવામાં આવે તે રસઘાત, એટલે કે તે ત્રુટિત થયેલી સ્થિતિમાં જે રસ (કર્મોની તીવ્રશક્તિ) છે તેના બુદ્ધિથી અનંતભાગો કલ્પીએ, તેમાંથી ૧ ભાગ રાખી શેષ અનંતભાગ પ્રમાણ રસનો ઘાત કરે છે તેને ૨સઘાત કહેવાય છે. પુનઃ જે એકભાગ રાખ્યો તેના બુદ્ધિથી અનંતભાગ કલ્પી એકભાગ રાખી શેષ અનંતભાગોનો નાશ કરે છે તે બીજો રસઘાત કહેવાય છે. એક અપૂર્વકરણમાં હજારો સ્થિતિ ઘાત, અને એક-એક સ્થિતિઘાતમાં હજારો રસઘાત થવાથી લગભગ હીનરસવાળું બનેલું તે કર્મ ઉપરની સ્થિતિથી ખરીને ઉદયકાળમાં જ ગોઠવાઇ જાય છે અને ઉદિતકર્મની સાથે જ ભોગવાઇ જાય છે.
(૩) સ્થિતિઘાત અને રસઘાતથી ખંડિત અને હીન રસવાળા બને તે કર્મદલિકોને સ્થિતિના અગ્રિમભાગથી ઉતારીને જલ્દી પૂર્ણ કરવા માટે આ જીવ ઉદયસમયથી અંતર્મુહૂતકાળમાં પ્રતિસમયે અસંખ્યાતગુણાકારે જે ગોઠવે તેને ગુણશ્રેણી કહેવાય છે. સેંકડો સાગરોપમ પ્રમાણ ઉપરની સ્થિતિનું કર્મ માત્ર અંતમુહૂર્તના કાળમાં જ ગોઠવાઇ જાય છે અને ઉદિત કર્મની સાથે ભોગવાઇ પણ જાય છે..
૧. અશુભ પ્રકૃતિઓની સ્થિતિજ્ઞાતથી ત્રુટિત અને અત્રુટિત એમ સત્તામાં રહેલી તમામ સ્થિતિમાં આ રસઘાત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org