________________
કર્મસ્તવ
૩૯ આવેલો જીવ સદ્દગુરુનો યોગ મળતાં જ ધર્મશ્રવણ કરે છે. તેનાથી સંસારને અસાર જાણી અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ અને પ્રતિકૂળ પદાર્થો પ્રત્યે દ્વેષ એ જ મારા શત્રુ છે મને ગાંઠની જેમ દુઃખ આપે છે. રાગ અને દ્વેષને ગાંઠ (પેટમાં થયેલી સારણગાંઠ આદિની જેમ પીડાકારી ગાંઠ જેવા) માને છે. શાસ્ત્રીયભાષામાં તેને ગ્રન્થિ કહેવાય છે.
' આ ગ્રન્થિ પાસે પહોંચેલા જીવોને ગ્રન્થિદેશે આવેલા જીવો કહેવાય છે. આ ગ્રન્થિ જોઇને લગભગ ઘણા જીવો ભયભીત થયા છતા પડી જાય છે અથવા ત્યાં જ રહી જાય છે. આગળ વધવા ઉત્સાહિત થતા નથી. આ યથાપ્રવૃત્તકરણ થયું.
. જે આત્માના વર્ષોલ્લાસ તીવ્ર છે. રાગ-દ્વેષની આ ગ્રંન્થિને ચૂરવા સમર્થ છે. ધર્મશ્રવણથી જેનું મન વિશિષ્ટ વૈરાગ્યભીનું બની ચુકયું છે. જ્ઞાનથી સંસારને અસાર સમજે છે. સાંસારિક સુખોને જ દુઃખ સમજે છે, તેવો કોઇ આત્મા અનાદિ સંસારમાં કદાપિ ન આવેલા અપૂર્વ વૈરાગ્ય યુક્ત અધ્યવસાય વાળો બને છે આ તીવ્ર વૈરાગ્યવાળા અધ્યવસાયને જ શાસ્ત્રોમાં અપૂર્વકરણ કહેવાય છે. પહેલાં કદાપિ નથી આવ્યું માટે અપૂર્વ કહેવાય છે. તે કરણ કરવાથી રાગ-દ્વેષની જે અનાદિકાળની ગુપ્ત-ઇન-કઠણ ગાંઠ હતી તે ભેદાય છે. ચૂરાય છે, તીવ્ર રાગ-દ્વેષાદિ મંદ બની જાય છે. જેથી આત્મા તે રાગાદિથી હવે પરાભવ પામતો નથી. જેમ સોપારીસુંઠ અથવા ગંઠોડાનો ટુકડો અખંડ હોય તો ખાતાં દાંત ભાંગી નાખે. તે જ સોપારી-સુંઠ-અથવા ગંઠોડાનો ટુકડો મિલ્ચરથી ચૂરા રૂપે કરતાં ફાકીની જેમ તુરંત પેટમાં ચાલ્યો જાય છે. જીવનો પરાભવ કરી શકતો નથી. તેમ અહીં પણ રાગવૈષનો ગ્રન્થિભેદ થવાથી હવે તે રાગ-દ્વેષ મંદ થવાથી જીવનો પરાભવ કરી શકતા નથી. અપૂર્વ અધ્યવસાય તે અપૂર્વકરણ અને તેનું કાર્ય
પ્રન્થિભેદ જાણવો. - તથા આ અપૂર્વ વર્ષોલ્લાસ રૂપ અપૂર્વ કરણ વડે આ જીવ
તે જ કાળે કર્મોને હળવાં કરવા માટેનાં બીજાં પણ ૪ કાર્યો કરે છે. . (૧) સ્થિતિઘાત, (૨) રસઘાત, (૩) ગુણશ્રેણી, (૪) અપૂર્વસ્થિતિબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org