________________
દ્વિતીય કર્મગ્રંથ
(૪) વિશિષ્ટા Í:-લક્ષ્મ:, તાં રાતિ=મન્થેમ્સ: યતિ વૃત્તિ વીર: વિશિષ્ટ=સર્વભુવનમાં આશ્ચર્યકારી એવી સ્વર્ગ અને મોક્ષની જે લક્ષ્મી છે. તે લક્ષ્મી ભવ્યજીવોને જે આપે છે તે વીર કહેવાય છે. (અહીં વિ પૂર્વક રૂ શબ્દ છે અને રૂ ધાતુ છે.)
ઉપરોક્ત ચાર અર્થો થી યુક્ત એવા પ્રભુશ્રી મહાવીરસ્વામીની અમે અહીં સ્તુતિ કરીએ છીએ. પરંતુ માત્ર કોઇ નામધારી મહાવીર હોય તેની અમે સ્તુતિ કરતા નથી. આ મંગળાચરણ થયું. હવે બંધાદિ ચારના અર્થો આ પ્રમાણે છે.
30
(૫) બંધ- મિથ્યાત્વ-અવિરતિ-કષાય- અને યોગાદિ નિમિત્તો દ્વારા કાર્મણ વર્ગણાના પરમાણુઓનું જ્ઞાનાવરણીયાદિ રૂપે પરિણામ પામી આત્માની સાથે દુધ અને પાણીની જેમ અથવા લોઢા અને અગ્નિની જેમ એકમેક થવું. પરસ્પર બંધાઇ જવું તે બંધ કહેવાય છે. (૬) ઉદય- તે બાંધેલા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ફળ આપવાનો સમય પાકે ત્યારે અથવા ઘાસની ગરમીથી કેરી જેમ વહેલી પકાવાય તેમ અપવર્તનાદિ કરણ વડે કર્મોને વહેલાં ઉદયમાં લાવીને તેના ફળને ભોગવવું તે ઉદય કહેવાય છે.
(૭) ઉદીરણા- જે કર્મો હાલ ઉદયમાં ચાલે છે તે જ કર્મોના ભાવિમાં ઉદયમાં આવનારા કર્મપરમાણુઓને ત્યાંથી ખસેડીને વહેલા ઉદયમાં લાવવા અને ચાલુ સમયમાં ભોગવવાં તે ઉદીરણા કહેવાય છે. (૮) સત્તા- બંદિ દ્વારા પ્રાપ્ત થયેલ કર્મોનું તે જ રૂપે આત્મા સાથે હોવું-રહેવું તે સત્તા કહેવાય છે. બાંધેલ કર્મો નિર્જરાથી નાશ પામે છે અને સંક્રમ થવાથી બીજા કર્મ રૂપે થઇ જાય છે. આ (નિર્જરા અને સંક્રમ) એ બન્ને કર્મોની વિક્ષિત પ્રકૃતિરૂપે સત્તાને ટાળનાર છે. એટલે જે જે કર્મો બંધ દ્વારા કર્મત્વ (નામના આત્મસ્વરૂપને પોતાપણાને-કર્મપણાને પામ્યાં છે. તે તે કર્મોને તે તે કર્મપણામાંથી નિર્જા અને સંક્રમ દ્વારા બદલી શકાય છે પરંતુ તે ન બદલતાં, તેના તે કર્મપણે રહેવા દેવાં તેને સત્તા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org