________________
દ્વિતીય કર્મગ્રંથ શબ્દાર્થ ત૨ = તથા-તેમ-તે પ્રકારે થfણ = અમે સ્તુતિ કરીશું áર ન = મહાવીર પ્રભુની, નઢ = જેમ. જે પ્રકારે, ટાળવું - ચોદે ગુણસ્થાનકોમાં. મને મારું = સર્વ કર્મોન. વંધુરદ્વારથી = બંધ-ઉદય અને ઉદીરણામાં તથા સત્તાપત્તળ = સત્તામાં પ્રાપ્ત થયેલાં રવૃત્રિયાણ = ખપાવ્યાં છે.
ગાથાર્થ- ચૌદ ગુણસ્થાનકોમાં બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં પ્રાપ્ત થયેલાં સર્વે કર્મોને (પ્રભુ મહાવીર સ્વામીએ) જે રીતે ખપાવ્યાં છે. તે રીતે (બતાવતાં બતાવતાં) અમે પ્રભુ શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ કરીશું. || ૧II
વિવેચન- જ્ઞાન-દર્શન-ચારિત્ર એ આત્માના મુખ્ય ગુણો છે. તે ગુણો કર્મોથી ઢંકાયેલા છે. ધર્મકાર્યના પ્રયત્ન વિશેષથી આ ગુણો આત્મામાં પ્રગટ થાય છે. કર્મો દૂર થવાથી આવિર્ભૂત બને છે. વાદળથી ઢંકાયેલો સૂર્ય વાદળ દૂર થવાથી જેમ પ્રગટ થાય છે તેમ કર્મો દૂર થવાથી જીવમાં ગુણો પ્રગટ થાય છે. સર્વે જીવોમાં સ્વરૂપે સરખે સરખા અનંત-અનંત ગણે છે. પરંતુ કર્મોના આવરણના ઓછા-વધતા પણાને લીધે ઓછા-વધતા પ્રગટ થાય છે. તેથી પ્રગટ થયેલા તે ગુણોની તરતમતાને લીધે જીવોમાં પણ ભેદ પડે છે. તેને જ “ગુણસ્થાનક" કહેવાય છે.
ગુણોનું સ્થાન, ગુણોનું હોવું, ગુણોની તરતમતા, ગુણોનું ઓછાવધતાપણું, હીનાધિકપણે ગુણોનું હોવું તે ગુણસ્થાનક, પ્રગટ થયેલા ગુણોમાં જીવ-જીવે ગુણોની હીનાધિકતા હોવાથી આવાં ગુણસ્થાનકો જેટલા જીવ એટલાં (અર્થાત્ અનંતાં) થાય છે. પરંતુ સર્વ જીવોને સુખે સમજાય એટલે તેનો ચૌદ ભેદોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરસ્પર થોડી-થોડી તરતતા (હીનાધિકતા) ને નહી ગણીને મુખ્ય અથવા અધિક તરત મતાથી આ ગુણસ્થાનકો ક૫વામાં આવ્યાં છે. જે બીજી ગાથામાં જણાવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org