________________
સુખે સુખે જાગૃત થવાય તે નિદ્રા. ૧. દુઃખે દુઃખે, મુશ્કેલીથી, પ્રયત્નવિશેપથી જાગૃત થવાય તે નિદ્રાનિદ્રા. ૨. બેઠાં બેઠાં અને ઉભાં ઉભાં ઉંઘ આવે તે પ્રચલા, કે. ચાલતાં ચાલતાં ઉંધ આવે તે પ્રચલાપ્રચલા. ૪. દિવસે ચિંતવેલું કાર્ય રાત્રે કરે છતાં ખબર ન પડે તેવી ગાઢ નિદ્રા ત થીણદ્ધિ અથવા સ્યાનધેિ. ૫. એમ ૪ દર્શનાવરણીય તથા પાંચ નિદ્રા કુલ ૯ દર્શનાવરણીય
(૩) વેદનીય કર્મ - જીવને સાંસારિક ભોગ-સુખોની સાનુકુળતા અને પ્રતિકુળતા અપાવનારું જે કર્મ છે. તેના ૨ ભેદ છે. *
(૧) સુખ રૂપે અનુભવાય તે સાતાવેદનીય. (૨) દુ:ખ રૂપે અનુભવાય તે અસતાવેદનીય.
(૪) મોહનીય કર્મ - આત્માને સંસારમાં મુંઝવે-મોહ પમાડે. વિવેકશૂન્ય કરે તે મહનીય કર્મ, તેના મુખ્ય ર ભેદ છે. (૧) દર્શનમોહનીય. (૨) ચારિત્ર મોહનીય. તેમાં દર્શન મોહનીયના ૩, અને ચારિત્રમોહનીયના ૧૬+૯ = ૨૫ ભેદ છે.
(૧) જિનેશ્વર પરમાત્માનો ધર્મ રૂચે જ નહીં તે મિથ્યાત્વમોહનીય.
(૨) જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર રૂચિ- અરૂચિ ન થાય. નાલીકેર દ્વીપના મનુષ્યોને અનાજ ઉપર હોય તેમ તે મિશ્રમોહનીય.
(૩) જિનેશ્વર પરમાત્માનો ધર્મ રૂચે. પરંતુ તેમાં શંકા-કાંક્ષાદિ થાય તે સમ્યકત્વ મોહનીય.
ચારિત્રમોહનીયના અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય. પ્રત્યાખ્યાનાવરણ તથા સંજવલન એમ ચાર કપાયા તથા તેના દરેકના ક્રોધ માન-માયા-લોભ એમ ચાર-ચાર ભેદો કરતાં કુલ ૧૬ ભેદો થાય છે તથા હાસ્ય-રતિ-અરતિભય-શોક-દુર્ગછા. પુરુષવેદ, સ્ત્રીવેદ, અને નપુંસકવેદ એમ ૯ નોકષાય મહનીય છે. આ પ્રમાણે ૩ + ૧૬ + ૯ = ૨૮ મોહનીયકર્મની પ્રકૃતિઓ છે. તેમાં મિશ્ર મો હનીય અને સમ્યકત્વ મોહનીય આ બે કર્મો મિથ્યાત્વમોહનીયના જ મંદ-મંદતર રસથી બને છે. માટે પોતાના રૂપે બંધાતી નથી. તેથી બંધમાં રદ, ઉદયમાં ૨૮, ઉદીરણામાં ૨૮, અને સત્તામાં ૨૮ પ્રકૃતિઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org