SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ દ્વિતીય કર્મગ્રંથ (द्वासप्ततिक्षयश्च चरमे, त्रयोदश मनुजत्रसत्रिक यश आदेयम् । सुभगजिनोच्चपञ्चेन्द्रियसातासातैकतरच्छेदः) શબ્દાર્થ વિસર= બોતેર પ્રકૃતિને, વૉ= ક્ષય થવાથી, રમે= ચૌદમાના ચરમસમયે, તેરસન્નતેર પ્રકૃતિઓની સત્તા, મgયતતા = મનુષ્યત્રિક અને સંસરિક, નસીરૂ i= યશ અને આદેયનામકર્મ, ગુમાન- સૌભાગ્ય અને જિનનામકર્મ, ઉચ્ચગોત્ર, પfir= પંચેન્દ્રિયજાતિ. સાથોસાયરે છે= સાતાઅસાતામાંથી કોઇપણ એકનો છેદ થાય છે. ગાથાર્થ= ચૌદમાં ગુણઠાણાના ઢિચરમ સમયે ૭ર નો ક્ષય થવાથી ચરમ સમયે ૧૩ ની સત્તા હોય છે. તે આ પ્રમાણે-મનુષ્યત્રિક, ત્રસત્રિક, યશનામકર્મ, આદેયનામકર્મ, સોભાગ્ય, જિનનામકર્મ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ, અને સાતા અસાતા બેમાંથી એક, એમ ૧૩ ની સત્તાનો ચૌદમા ગુણઠાણાના ચરમ સમયે વિનાશ થાય છે. ૩૩ વિવેચન= જે જે પ્રકૃતિઓનો ચૌદમે ગુણસ્થાનકે ઉદય નથી. તે તે પ્રકૃતિઓની સત્તા ચૌદમા ગુણઠાણાના દ્વિચરમસમયે જ નાશ પામે છે. કારણકે અનુદયવતી પ્રવૃતિઓનું દલિક સ્તિબૂકસંક્રમ દ્વારા ચરમ સમયમાં ઉદયવતીમાં ભળી જાય છે. એટલે કે ઉદયવતી રૂપે જ ભોગવાય છે. માટે તેની પોતાના રૂપે સત્તા ચરમ સમયે હોતી નથી. માટે ૭૨ની સત્તાનો દ્વિચરમસમયે નાશ થાય છે. બાકીની ૧૩ જ પ્રકૃતિની સત્તા ચરમસમયે હોય છે. ૩ મનુષ્યત્રિક (મનુષ્ય ગતિ, આનુપૂર્વી અને આયુષ્ય), ૩ ત્રસત્રિક (ત્રીસ-બાદર-પર્યાપ્ત), યશનામકર્મ, આદેય, સૌભાગ્ય, જિનનામ, ઉચ્ચગોત્ર, પંચેન્દ્રિય જાતિ, સાતા-અસાતામાંથી એક એમ આ ૧૩ પ્રકૃતિઓની સત્તાને ચૌદમા ગુણઠાણાના ચરમ સમયે નાશ થાય છે. પછી કર્મ રહિત થયેલા આ કેવલજ્ઞાની ભગવાન એક જ સમયની સમશ્રેણીથી મોક્ષે જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001087
Book TitleKarmagrantha Part 2 Karmastav Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages180
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy