________________
૧૧૮
દ્વિતીય કર્મગ્રંથ - ઉદય અને ઉદીરણા સમાન છે. માત્ર જે વિશેષતા છે તે બે બાબત મૂળ ગાથામાં ગ્રંથકારશ્રીએ જણાવી છે. (૧) સાતમા ગુણસ્થાનકથી તેરમાં ગુણસ્થાનક સુધી સાતા-અસાતા અને
મનુષ્પાયુષ્યનો ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૨) ચૌદમા ગુણઠાણે બાર પ્રકૃતિઓનો ઉદય હોય છે પરંતુ ઉદીરણા
હોતી નથી. આ બે મુખ્ય અપવાદ વિના બીજા પણ કેટલાક અપવાદો ઉદયઉદીરણા વચ્ચે છે. પરંતુ ગુણસ્થાનકોમાં જણાવાતી ઉદીરણામાં બહુ સંખ્યાભેદ થતો નથી એટલે ગ્રંથકારે તે બીજા અપવાદો જણાવ્યા નથી. પરંતુ અભ્યાસકે નીચે મુજબ અપવાદો ઉદય-ઉદીરણામાં
અધિક છે તે સમજી લેવા. તેથી કંઈક માત્ર સંખ્યાભેદ છે. (૩) બારમા ગુણઠાણાની છેલ્લી એક આવલિકામાં જ્ઞાનાવરણીય ૫,
દર્શનાવરણીય ૪, અને અંતરાય ૫, એમ ૧૪ નો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. કારણકે ઉદીરણા એટલે ઉદયાવલિકા બહારના દલિકોને ઉદયાવલિકામાં પ્રક્ષેપવાં તે. અહીં
કર્મ માત્ર એક આવલિકા જ છે માટે ઉદીરણા નથી. (૪) દસમા ગુણસ્થાનકની છેલ્લી એક આવલિકામાં સંજવલન સૂક્ષ્મ
લોભનો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૫) બારમા ગુણઠાણાની સમયાધિક એક આવલિકા બાકી રહે ત્યારે
નિદ્રા-પ્રચલાનો માત્ર ઉદય જ હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૬) મિથ્યાત્વ ગુણઠાણે સમ્યકત્વ પામતાં પહેલાં અનિવૃત્તિકરણની
અંતિમ આવલિકામાં મિથ્યાત્વ મોહનીયનો માત્ર ઉદય જ હોય
છે પરંતુ ઉદીરણા હોતી નથી. (૭) ક્ષાયિક સમ્યકત્વ પામતાં ૪ થી ૭ ગુણસ્થાનકોમાં સમ્યકત્વ
મોહનીયના ક્ષયની છેલ્લી આવલિકામાં સમ્યકત્વ મોહનીયને માત્ર ઉદય હોય છે પરંતુ ઉદીરણા હોતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org