________________
3803882888888(૧૭) SABUDGEMESSAGM * ખેડુતના જીવને પ્રભુ પ્રત્યે દુર્ભાવ કેમ થયો ?
ગૌતમ સ્વામી પ્રત્યે સદ્દભાવ કેમ થયો ? પ્રભુ ગૌતમ સ્વામીને એક ખેડૂતને પ્રતિબંધવા મેકલાવે છે. તેઓશ્રી ખેડૂતને પ્રતિબોધી, તેને દીક્ષા આપીને, સાથે લઈ, પ્રભુ પાસે આવવા નીકળ્યા છે. માર્ગમાં ગૌતમ સ્વામીના રૂપ, રંગ, છાયા અને ગુણે જોઈને ખેડૂતને ખૂબ અભાવ થાય છે. અહે ! મારા ગુરૂ કેવા ! મારું તે કલ્યાણ થઈ જવાનું, -ખેડૂત ગૌતમ સ્વામીને પૂછે છે: “મને ક્યાં લઈ જાઓ છે ? ગૌતમ સ્વામી કહે : “મારા ગુરૂ પાસે જઈએ છીએ.” ખેડૂત વિચારે છે : “અહો મારા ગુરૂ કરતાં વળી તેમના ગુરૂ કેવા હશે ? આમ તેના મનમાં ભાવ વધતું જાય છે, સમવસરણમાં આવ્યા અને ખેડૂતે પ્રભુને જોયા કે, તરત જ તે ઓધે મૂકીને નાસી છુટયો. આ જોઈ ગૌતમ સ્વામી ઠીસિયાણું પડી ગયા. ઇંદ્રે પૂછયું : પ્રભુ, આમ કેમ ? પ્રભુએ કહ્યું : “ઇંદ્ર, ખેડૂતને ત્યાં મોકલનાર કેણ ?' તમે.” “અને દીક્ષા આપનાર કોણ ? ગૌતમ સ્વામી.” તને મારામાં શંકા ? ગુરૂ ગૌતમમાં શંકા ?” ના, ના.” ઇંદ્રે કહ્યું : “સ્વભાવિક જ પૂછું છું.” ‘તા સાંભળ.” હું વાસુદેવ હત; તે ભવમાં મેં જંગલમાં એક સિંહને મારે તે સિંહનો જીવ આ ખેડત છે. એટલે તેને મારા પ્રત્યે દુર્ભાવ થયે, અને મને જેઈને નાસી ગયે તે વખતે ગૌતમ મારા સારથિ હતા. ગૌતમે મરતા સિંહને આશ્વાસન આપતાં કહ્યું? તું જેમ જગલને રાજા છે. તેમ તને મારનાર આ માનવેના રાજા વાસુદેવ છે. તે સામાન્ય માનવથી નહિ, પણ મોટાને હાથે મર્યો છે, તારું મરણ સારાને હાથે થયું છે.” આમ ગૌતમે તેને આશ્વાસન આપ્યું, તેથી તેમના પ્રત્યે સિંહના જીવને સદ્ભાવ થયો.” જે ભાવ તમે અન્ય પ્રત્યે રાખશે, તે જ ભાવ અન્ય તરફ તમને મળશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org