SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ થઇ (૧૬) છે ૨ પ્રમોદ ભાવના : (ગુણાનુરાગ) * કઈ ગુણવાનની સંતોષવૃત્તિ જોઈ પ્રશંસા કરો. સત્યપ્રિયતા જોઈ આનંદ પામે. ઉદારતા જોઈ હર્ષઘેલા બને. વિનયવાન જોઈ આનંદ પામે. * પરંતુ કેઈનું સારું બેલાતું નથી. સારું સંભળાતું નથી, તેમ કેઈનું સારું જેવાતું નથી. કેઈનું ખરાબ બોલાતું હોય ત્યાં જીવાત્મા દેડ જાય છે. ખરાબ સાંભળી, ખરાબ જોઈ ખરાબ એલીને રાજી રાજી થઈ જાય છે. તેથી ગુણ આવતા નથી, પણ અવગુણ ચાલ્યા આવે છે. * માટે જ્ઞાની ભગવતે જણાવે છે, “તારે ગુણવાન બનવું છે. તે ગુણી પુરૂષોના ગુણ જોઈ આનંદ પામ, અનુમોદન કર, જેથી તારામાં ગુણ આવશે. ” માટે સારું સાંભળ, સારું બેલ, અને સારું નિહાળ; તે તું ગુણવાન બનીશ. ' * ગુણ પ્રાપ્તિને ઉપાય ગુણ-પ્રશંસા છે. ગુણ શુદ્ધિને ઉપાય પ્રમોદ ભાવના છે. અને ગુણ વૃદ્ધિને માર્ગ ગુણની અનુમોદના છે. * શિયળના રક્ષણ માટે કલાવતીના હાથના બંને કાંડા કપાયા છતાં, તેને દુર્ભાવ થયે નહિ. મયણું સુંદરીને કોઢીયા સાથે પરણાવી છતાં તેને પિતા પ્રત્યે દુર્ભાવ થયે નહિ. શ્રીપાળને અનેક કચ્ચે ધવલશેઠે આપ્યા, અંતે શ્રીપાળને મારવા જતાં પગ લપસ્ય અને મરણ પામે શ્રીપાળ ચિંતવે છે: “મારે ઉપકારી મને વહાણમાં બેસાડી લાવનાર મરી ગયે !” આંખમાં આંસુ આવ્યાં. કેવી ગુણદષ્ટિ ! 4 જગડુશાહ, વસ્તુપાળ-તેજપાળ, વિમલ મંત્રી, પેથડ શાહ. સિંપ્રત રાજા, કુમારપાળ, ઉદયન મંત્રી ઈત્યાદિના જીવન વૃત્તાંત વાંચવાથી ગુણ પ્રત્યે અનુરાગ થશે. અને સારા ભાવ ઉત્પન્ન થશે. * તમે જેવા ભાવ અન્ય પ્રત્યે રાખે, તે જ અન્યને ભાવ તમારા પ્રત્યે થાય છે. દુર્ભાવ રાખશે, તે દુર્ભાવ મળશે. સદ્દભાવ રાખશે તે સદૂભાવ મળશે. કે તેથી કોઈ ખૂબ દાન આપે, કીતિ મેળવે, ખૂબ તપ કરે, કેઈને બહુમાન મળે તે ઈર્ષા, અસૂયા, અદેખાઈ કરશે નહિ, પરંતુ એમ વિચારશો કે “મને પણ આવી શક્તિ મળે, હું પણ સદુપયોગ કયારે કરું! કરે તેની અનુમોદના કરશે. આ MUM SC ઇલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001085
Book TitleHaiya ni Shuddhi Pustika 7
Original Sutra AuthorN/A
AuthorKushalchandravijay, Chandrodaysuri
PublisherNemi Vigyan Kastursuri Shreni Mumbai
Publication Year1993
Total Pages30
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy