________________
ઇતિહાસ
[ પ્રકરણ
પ૬]
જૈન પરંપરાને ઈતિહાસ એ સમયે કિસનગઢમાં પં. નવિય પં. હસ્તિવિજય, શ્રી ઋદ્ધિવિજય, શ્રી ઉદયવિજય, શ્રીમુક્તિવિજય વગેરે મુનિરાજે ચાતુર્માસ રહ્યા હતા.
તેમણે તથા સંઘે ચાતુર્માસ પછી કાર્તિક સુદિ ૩ ના રોજ બુરહાનપુર પત્ર મોકલ્યો હતો, જેમાં શામળિયા પાર્શ્વનાથનું જિનાલય, કિસનગઢનો કિલ્લો, વિષ્ણુ–મંદિર, રાજદરબાર, વેપારી બજાર, દાનશાલા, પાઠશાળા, ધર્મશાળા, ઉપરાંત દર્શનીય સ્થાને વગેરેનું ચિત્રમય વર્ણન છે.
તેમજ વિભિન્ન ભાષાઓમાં ભટ્ટારકનું ગુણવર્ણન છે. નીચે ૧૩૪ જણની સહી છે, જેમાં વેતાંબર–દિગંબર બંને સામેલ છે. હસ્તાક્ષરોમાં હરિસંહ રાઠોડની સહી છે. સંભવતઃ તે કિસનગઢ વસાવનાર રાજા કિસનસિંહના પુત્ર–રાજવીની સહી હોય,
કિસનગઢને રાજા રાઠોડ છે, વૈષ્ણવ ધર્મ પાળે છે. તેના પૂર્વજોએ અહીં કૃષ્ણની પ્રાચીન પ્રતિમા કરાવેલી છે. વૈષ્ણવ ધામની યાત્રા કરનારા વૈષ્ણવ યાત્રાળુઓ એમ માને છે કે –“કિસનગઢની વૈષ્ણવ મૂર્તિનાં દર્શન કરીએ તો જ વિષ્ણધામની યાત્રા સફળ મનાય.”
જગદગુરુ આ. શ્રી વિહીરસૂરિના મહ. શ્રી સેમવિજય ગણીની પરંપરાના પં. ભીમવિજયગણી થયા હતા, જેઓ વિદ્વાન અને ચમત્કારી મહાત્મા હતા.
તેમને બાદશાહ ઔરંગઝેબ, નવાબે, રાજાઓ વગેરે બહુ માનતા હતા જે શ્રી વિજયદેવસૂર સંઘના ભટ્ટાશ્રી વિજય રત્નસૂરિ (સં. ૧૭૩૨ થી સં. ૧૭૭૩)ની આજ્ઞામાં હતા.
( – પ્રક) – ૪૪ પૃ૦ ૧૦૫) એ ભેમવિજય ગણીએ સં. ૧૭૭૧માં કિશનગઢમાં ચોમાસું કર્યું અને સં. ૧૭૭૧ના ભાદરવા વદિ અમાસને રવિવારે મધ્ય રાત્રિએ કિશનગઢમાં કાળધર્મ પામ્યા. જૈન સંઘે કિશનગઢની બહાર એક સ્થાનમાં તેમનો અગ્નિસંસ્કાર કરી એ સ્થળે દેરી બનાવી, અને જગદગુરની વિશાળ દાદાવાડી પણ બનાવી. તેની ચારે બાજાએ માટે કેટ ચણાવ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org