________________
| [ ૫૫
સતાવન]
ભટ્ટારક વિજયદાનસૂરિ તેઓ ભટ્ટા. આ. શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞામાં હતા. તે પછી સં. ૧૭રહ્માં સજતમાં પંન્યાસ બન્યા. પછી ચગ્ય સમયે ઉપાધ્યાય બન્યા. મહ૦ શ્રી ઉદયવિજય ગણીએ કિસનગઢના શામળિયા પાર્શ્વનાથના જિનાલયમાં આ૦ શ્રી વિજયસિંહસૂરિની ચરણ–પાદુકાઓની સ્થાપના કરી હતી.
કિસનગઢમાં સેની પન્નાલાલજી સિમલજી ઓશવાલ જન તપાગચ્છનો વિવેકી શ્રાવક હતો. તે શામળિયા પાર્શ્વનાથ વગેરે ત્રણ જિન પ્રાસાદોને વહીવટ કરતો હતો. તેણે અમને એક વાર જણાવેલું કે–
અહીં એક ગરછÀષી – ગુરદ્રોહી જેને એક રાતે ત્રણ વાગે પરેઢિયે આ જિનાલય ઉઘાડી સલાટને બેલાવી જણાવ્યું કે
આ ચરણપાદુકાને ઉખાડી ફેંકી આવ” પરંતુ તે જ સમયે મને (સોની પન્નાલાલજીને) શ્રી માણિભદ્દે બાળક–રૂપે સ્વપ્નમાં પ્રત્યક્ષ થઈ અવાજ આપ્યો કે, “ઊઠ, ઊઠ, ઊઠીને તરત શામળિયા જિનપ્રાસાદમાં પહોંચી જા. ઢીલ કરીશ તે માટે અનર્થ થશે.” હું ઊઠીને તરત જિનપ્રાસાદની ચાવીઓ લઈ ત્યાં પહોંચી ગયા. - મને આવતો જોતાં જ તે ગુરુદ્રોહી શ્રાવક ખસિયા પડી ગયો ને જિન પ્રાસાદમાંથી ચાલ્યો ગયો. મેં સલાટને ધમકાવીને પણ કાઢી મૂક્યો. પછી મેં તે દિવસે જૈન સંઘને એકત્ર કરી આ હકીકતની રજૂઆત કરી ત્યારે ફરીથી આવું કાર્ય ન થાય તે માટેની પાકી વ્યવસ્થા કરી.”
ખરતર ગચ્છના શ્રી કાંતિસાગરજી એક લેખમાં જણાવે છે કે “કિસનગઢના નરેશના ચિત્રસંગ્રહમાં જૈનશ્રિત ચિત્રકળાનાં ઘણાં ચિત્ર છે.”
એમાં આ૦ શ્રી વિજયહીરસૂરિ આ. શ્રી વિજયદેવસૂરિ, આ૦ શ્રી વિજયપ્રભસૂરિ, આ૦ શ્રી વિજયદયાસૂરિ, મહા મહોપાધ્યાયશ્રી મેઘવિજ્યજીના પ્રવેશોત્સવ, સાંવત્સરિક શોભાયાત્રા રાજમલન અને તત્ત્વચર્ચાનાં ચિત્રો છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org