________________
[ ૪૩
સત્તાવન]
ભટ્ટારક વિજયદાનસૂરિ તેમની પાસે કેટલાક જૈન પંડિત વૈદ્યકવિદ્યાને અભ્યાસ કરતા હતા. તેમના પુરતકસંગ્રહમાંથી આ ગ્રંથ મને ઉપલબ્ધ થયે. અને તે કેટલાક વિદ્વાન વિદ્યોને બતાવતાં ઘણે ઉપયુક્ત છે એ તેમણે અભિપ્રાય આપ્યો. મારા કેટલાક વિદ્વાન મિત્રએ તે છપાવી પ્રસિદ્ધ કરવા મને આગ્રહ કર્યો.
આ ઉપરથી વાગભટ્ટ તથા હારીતસંહિતા વગેરે વૈદ્યકના મોટા ગ્રંથના પ્રસિદ્ધ ભાષાંતરકાર રાવ છોટાલાલ નરભેરામને આ ગ્રંથની અસલ પ્રત આપી, તેનું ગુજરાતી ભાષાંતર કરવા વિનંતી કરી, જે તેમણે સ્વીકારી અને આ ગ્રંથ હું આજ તેના ગ્રાહકોના હાથમાં આપવાને શક્તિમાન થ.
આ ગ્રંથમાં બધા મળીને દશ સમુદેશ છે. વર વગેરે અને કેટલાક રોગોનાં સંક્ષિપ્ત લક્ષણે તથા વિસ્તારથી પ્રતીકાર છે. તેમાંના બધા બધા જ ઉપાયે અનુભવસિદ્ધ હોય એમ લાગે છે; કેમકે આમાંના કેટલાક ઉપાયો અમે રોગીઓ ઉપર અજમાવી જોયા તો રામબાણ નીવડ્યા છે. કેટલાક સામાન્ય વાળો, રાંઝણ, વગેરે રોગના ઉપાયે, જે વૈદ્યકના મોટા ગ્રંથોમાંથી મળી આવતા નથી તે પણ આમાં બતાવેલા છે.
“વિશેષ ખૂબી એમાં એ છે કે, રોગના ઉપાય સહજ બની શકે એવા જ એમાં બતાવેલા છે, જેથી હરકોઈ માણસ હરકોઈ સ્થળમાં જોઈતાં ઔષધ મેળવી રોગનો પ્રતીકાર કરી શકે. તથાપિ અમારી સલાહ એવી છે કે, બનતા સુધી વિદ્યની સલાહ લઈ ઉપાય કરવા એ જ ઠીક છે.”
“લખેલી અસલ સંસ્કૃત પ્રત ઘણી જૂની તથા અશુદ્ધ લખાયેલી હોવાને લીધે ભાષાંતર કરતાં મુદત બહુ વિતી છે. તે બાબત અમે અમારા અગાઉથી થયેલા ગ્રાહકોની ક્ષમા યાચીએ છીએ.”
આ પ્રકાશિત ગ્રંથ અમદાવાદના બાલાભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના ગ્રંથાલયમાં નં. ૧૮૮, નં. ૧૬૩માં છે.
ગ્રંથનું નામ છે “વેદ્યસાર સંગ્રહ હિતોપદેશ”. કર્તાનું નામ છે આ. શ્રી કંઠસૂરિ. આ ગ્રંથમાં ૧૦ સમુદેશ છે. અનુષ્ય, વગેરે વિવિધ વૃત્તોમાં શ્લોક ૯૭૫ છે. ગ્રં ૧૦૦૦ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org