________________
સત્તાવન] ભટ્ટારક વિજ્યદાનસૂરિ
[ ૩૧ શ્વર પાર્શ્વનાથનાં દર્શન કર્યા. આ ચમત્કારી ઘટના બનવાથી ઉપાધ્યાયજીની ખૂબ પ્રશંસા થવા લાગી.
ચમત્કાર–ખેડા પાસે (૧) મેશવો. (૨) વાત્રક અને (૩) ખારી એમ ત્રણ નદીઓનું “સંગમ રથાન છે. ઉપાધ્યાયજીએ તે સંગમ સ્થાનમાં ચાર મહિના સુધી રહીને ધ્યાન ધર્યું. તેમના ધ્યાનના પ્રભાવથી એ સ્થાન ટાપુ બની ગયો. આથી લોકોમાં આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ.
ખેડાનાં ભાવસારીનાં ૫૦૦ ઘર ઉપાધ્યાયજીના ચમત્કારથી જેન બની ગયા.
સં. ૧૭૫૮માં તેઓ ઉનામાં ચાતુર્માસ રહ્યા હતા.
ત્યાં તેમણે સં. ૧૭૫ત્ના માગશર વદિ ૧૧ ના દિવસે સ્થૂલિભદ્રનવરસો” કાવ્ય રચ્યું. તેમાં શુંગારરસ હતો. મર્યાદિત હતો, છતાં ભટ્ટારકને તે ઉચિત ન લાગવાથી તેમને બેલાવીને સમજાવ્યા કે—
મહાનુભાવ! આપણે ત્યાગી સાધુ છીએ, તેથી આપણે એવું બોલવું, લખવું કે કામ કરવું જોઈએ, જેથી બીજાને બોધદાયક બને. કોઈ મનુષ્ય આપણા વ્યાખ્યાનથી કે કાવ્ય વાંચવાથી વચ્છેદી બની ન જાય તેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. આપણા કાર્યથી લોકોને સદાચાર અને નીતિનો માર્ગ મળે એવું કરવું જોઈએ. સરસ્વતી દેવી તારા ઉપર પ્રસન્ન થયાં છે, તે હવે ઉપરની વાત ધ્યાનમાં રાખી એવાં કાવ્યો બનાવ કે જેથી લોકપકાર થાય.”
ઉપાધ્યાયજીએ ગુરુદેવની આજ્ઞાને શિરોધાય માની પિતાની કાવ્ય – સ્ફણાની દિશા બદલી નાખી અને ત્યારથી જ “લોકપકારક ઉત્તમ કાવ્ય” બનાવવાનો આરંભ કર્યો. તેમણે સં. ૧૭૬૩ના શ્રાવ વવ ૧૦ ના દિવસે ખંભાતમાં ખાસ કરીને “બ્રહ્મચર્યની નવ વાડની સઝાય” ઢાળ-૧૦ રચી.
સુરતના સંઘપતિ પ્રેમજી પારેખે સં. ૧૭૭૦માં સુરતથી શત્રુ જ્યતીર્થનો છરી પાળ તો યાત્રાસંઘ કાઢ્યો હતો. ૨ નશા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org