________________
તપારિત્નશાખાની પાંચમી વાચક પરંપરા (૬૦) ભટ્ટા, હીરરત્નસૂરિ (૬૪) મહ૦ સિદ્ધિરત્નગણી–તેઓ ભટ્ટા, દાનરત્નસૂરિના ઉપા
ધ્યાય હતા. (૬૫) ઉપ૦ હર્ષરત્નગણમહ૦ ઉદયરત્નગણી—
આ બંને ખેડાના શેઠ વર્ધમાન અને શેઠાણી માનબાઈના પુત્ર હના. (૧) હરખચંદ અને (૨) ઉત્તમચંદ નામે સાદર– ભાઈ હતા. હરખચંદ પં. ન્યાયન ગણના શિષ્ય મુનિ હર્ષરત્ન નામે થયા. તેમને પરિચય પટ્ટાવલી ચોથીના પટ્ટાંક ૬પમાં આપ્યા છે.
ઉત્તમચંદને ઉમા. શિવરનગણુએ દીક્ષા આપી. શ્રીઉદયરત્નજી નામ સ્થાપ્યું મહોય સિદ્ધિરત્નગણવરે તેમને ભણાવ્યા. અને ભટ્ટારકે તેમને મહોપાધ્યાય બનાવ્યા.
ઉપાડ ઉદયરત્નજી સિદ્ધ કવિ હતા. જૈન અને જૈનેતરમાં પ્રસિદ્ધ હતા અને ઉપાટ હર્ષરત્ન ગણીના સહોદર હતા.
મહે. ઉદયરત્ન રંગીલા રતન તરીકે પણ પ્રસિદ્ધ હતા. ઉપાડ શિવરત્નના હસ્તદીક્ષિત શિષ્ય હતા.
તેઓ સં. ૧૭૫૦માં ખેડાના સંઘ સાથે શંખેશ્વરતીર્થની યાત્રાએ ગયા.
તેમણે પહેલેથી જ પ્રતિજ્ઞા કરી હતી –
“શંખેશ્વરમાં ગયા. પછી શંખેશ્વર પાર્શ્વનાથનાં પ્રત્યક્ષ દર્શન કર્યા પછી જ અન્ન–જલ લેવાં.”
શ્રી સંઘ ત્યાં પહોંચ્યો ત્યારે જિનાલયના દરવાજા “માંગલિક” થઈ ગયા હતા. આથી પૂજારીએ દરવાજો ખેલવાની ના કહી. ઉપાધ્યાયજીએ ભક્તિભર્યું “પાર્શ્વનાથનું પ્રભાતિયું' રચ્યું અને પ્રભુને જલદી દર્શન દેવા આજીજી કરી.
એવામાં આકાશમાં વિજળીના કડાકે થયો અને જિનાલયના દરવાજા એકાએક ઊઘડી ગયા. તેમણે તથા શ્રીસંઘે તરત જ શંખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org