________________
૮]
જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ તીર્થને છરી પાળ સંઘ” કાઢયો. આ સંઘ ભટ્ટા, વિજયદાનસૂરિ, આ. વિજયહીરસૂરિ, બાલમુનિ જયસિંહ વિમલજી વગેરે ચતુર્વિધ સંઘ સાથે હતો. તેણે શત્રુંજયતીર્થને મોતીઓના ફળથી અને અક્ષતથી વધાવ્યો હતો અને સાથેના સૌ નાના સંઘ તથા યાત્રાળુઓને યાત્રા કરાવી હતી.
(– તપાગચ્છ પટ્ટાવલી ગાથા ૧૮ની સંસ્કૃત ટીકા, હીર–સૌભાગ્ય મહાકાવ્ય સ” ૪, શ્લ૦ ૧૪૭ ની પજ્ઞ ટીકા )
અમદાવાદના સં૦ કુંઅરજી શ્રીમાલી, ગધારના શા. રામજી, ગંધારીઓ વગેરે ઘણું સંઘવીએ પોતપોતાના નાના સંઘે લઈ અમદાવાદ, ધોલેરા કે પાલિતાણા આવી આ સંઘ સાથે મળી ગયા હતા. સંભવ છે કે આ યાત્રિકસંધ પાલિતાણામાં એક વર્ષથી વધુ કાળ સુધી રહ્યો હોય. તે દરમિયાન અહીં ઘણું નવી દેરીઓ બની અને ઘણું જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા –
સં. ૧૬૧૯-૨૦ ની સાલમાં તપાગચ્છના ભટ્ટા. વિજયદાનસૂરિ અને આ. વિજયહીરસૂરિના હાથે શત્રુંજયતીર્થમાં ઘણું નવી દરીઓ બની, જૂની દેરીઓનો જીર્ણોદ્ધાર થયો અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠાઓ થઈ તે આ પ્રમાણે છે. – (૧) સં૦ ૧૬૨૦ ના ચૈત્ર સુ. ૨ ના દિવસે ગંધારના શેઠ
આભૂ પોરવાડના વંશના ગંધારના વ્યવ૦ પરવતના પુત્ર વ્ય૦ કેકા શાહના પુત્ર વ્ય૦ પોઈઆ (ઈઆ)ની દેરીની પ્રતિષ્ઠા. ( – પ્રક. ૪૫, પૃ. ૩૫૬) સં. ૧૬૨૦ ના વૈ૦ સુ૫ ને ગુરુવારે અમદાવાદના દિશાવાળ જ્ઞાતિના મહ વણાઈગના પુત્ર મહ ગલા (ગલરાજ ) મહેતા, તેની પત્ની મંગુ અને પુત્ર વીરદાસ વગેરે કુટુંબ પરિવારની ભ૦ આદીશ્વરની દેરીની પ્રતિષ્ઠા.
(પ્રક. ૪૪, પૃ૦ ૨૧૬) (૩) સં. ૧૬૨૦ના વૈ૦ સુવ ૫ ને ગુરુવારે ગંધારના વ્ય૦
સમરિયા (સમરા શાહ) પોરવાડની ભ૦ શાંતિનાથની દેરીની પ્રતિષ્ઠા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org