________________
સત્તાવન]
ભટ્ટારક વિજયદાનસૂરિ તથા ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી, જેની ટૂંકી નેધ આ પ્રમાણે છે –
અમદાવાદના શાહ દેધર શ્રીમાલીના વંશમાં સંઘપતિ સહિજપાલ (ભાર્યા મંગુ)ને સં૦ કુંઅરજી નામે પુત્ર હતો, જેને પડ્યા નામે પત્ની અને વિમલદાસ નામે પુત્ર હતો, એ સૌ ધર્મપ્રેમી હતાં.
( – પ્રક૦ ૪૫, ૫૦ ૩૪૪, ૩૪૫) સં૦ કુંઅરજીએ સં. ૧૬૧૫ ના શ્રાસુત્ર ૨ ને રોજ શત્રુંજયતીર્થમાં મેટી ટૂંકમાં મુખ્ય તીર્થપ્રાસાદની જમણી બાજુએ મેટા જિનપ્રાસાદ બનાવ્યું અને સં૦ ૧૬૧૯-૨૦માં ભટ્ટાવિજયદાનસૂરિ તથા આ. વિજયહીરસૂરિ વગેરેની અધ્યક્ષતામાં છરી પાળતો મોટે શત્રુંજયને યાત્રા સંઘ લઈ જઈ એ નવા જિનપ્રાસાદની તેમના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. - આ પ્રતિષ્ઠા-ઉત્સવમાં સં૦ કુંઅરજી, તેની પતિવ્રતા સતી સૌભાગ્યવતી ભાર્યા પડ્યા, પુત્ર વિમલદાસ, સંઘવણ પવાના ભાઈએ – (૧) મેઘ, (૨) શુભરાજ, (૩) લખરાજ વગેરે, સં૦ કુંઅરજીના મોસાળના સંવ સેને, તેની ભાર્યા ખીમી (અમરી), સં. કુંઅરજીની માસી વશી વગેરે સૌ પરિવાર હાજર હતો. આ સૌ તપાગચ્છના ઉપાસક હતા.
(– શત્રુંજય તીર્થનું હસ્તલિખિત વર્ણન, પ્રક. ૪પ, પૃ. ૩૪૪) મુક્તાધાટ –
અમદાવાદને (૧૧ મે) બાદશાહ મહમ્મદખાન, (૧૨ માં) અહમ્મદ અને ( ૧૩ મે) મુજફર ત્રીજો (સં. ૧૫૯૪ થી ૧૬૨૮)એ ત્રણેના મંત્રી ગલરાજે ભટ્ટાવિજયદાનસૂરિના ઉપદેશથી સં. ૧૬૧૯-૨૦માં શત્રુંજયતીર્થનો મુક્તાઘાટ કરાવ્યો હતો. એટલે અમુક કાળ સુધી રાજ્ય તરફના લાગા, મુંડકાવેરો, જકાત, લગાન વગેરે માફ કરાવ્યા હતા.
(પ્રક. ૪૪, પૃ. ૨૧૬) તેણે ભારતનાં દરેક સ્થાનોમાં આમંત્રણ પત્રિકાઓ મોકલી, બધા ય જૈન સંઘને એકત્ર કરી, સંઘપતિ બની શત્રુંજય મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org