________________
અઢસઠમું]
પં. રૂપવિજ્યજી ગણી
[ ૪૨૧
તેમની પુત્રી લક્ષ્મીબેન હતી. તેનું નગરશેઠ ચીમનલાલ લાલભાઈ સાથે લગ્ન થયું હતું. તે ઉદાર, ધર્મપ્રેમી, ચતુર, પુણ્યશાલિની અને પ્રભાવક હતી. સં. ૧૯૦માં અમદાવાદમાં નગરશેઠના વંડામાં શ્રમણ સંમેલન મળ્યું ત્યારે લક્ષ્મીબેને સાધુભક્તિનો મેટો લાભ લીધો હતો. તેને સાયનમાં નામે એક પુત્રી હતી. અને તેને પણ હંસા નામે પુત્રી હતી.
શેઠાણી લક્ષ્મીબાઈએ બાબા સાહેબસિંહને ગોદ લીધા હતા. તેમને પ્રભાવતી નામે પત્ની છે. શેઠ ઉમાભાઈ
તેમને શેઠ પન્નાલાલ નામે પુત્ર છે. જે પુણ્યવાન અને ભાવિક ધર્મપ્રેમી છે. તે વિવિધ ધર્માચાર્યોના પરિચયમાં આવ્યા છે. તે ભાવિક હોવાથી બધા ફિરકાના ધર્માચાર્યોને ધર્મગુરુ માને છે. શેઠ પન્નાલાલને અરવિંદભાઈ નામે પુત્ર છે.
શ્રી અરવિંદભાઈ પણ ધર્મપ્રેમી–સમાજસેવી, ને રાષ્ટ્રપ્રેમી હોઈ નિખાલસતાભર્યા – સેવાના રંગે રંગાયેલા અને ધર્મનું કોઈ પણ કાર્ય કરવામાં સદાય તત્પર રહે છે. તેઓ ઘણું મેટી સંસ્થાઓમાં જવાબદારીભર્યા સ્થાન ધરાવે છે. વિક્રમશી ભાવસાર
વિકમશી ટિમાણાને વતની હતા. તે ભાભીના મહેણાંથી શત્રુજય ઉપર ઘાટ કરાવવા તીર્થ ઉપર ગયો. તેણે વાઘણને મારી ઘંટ વગાડ્યો ને સૌને યાત્રા કરાવી. તેને પાળિયે કુમારપાલના મંદિર પાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org