________________
[ પ્રકરણ
૨]
જૈન પર પરાનેા ઇતિહાસ
તેમના જન્મ, સં. ૧૫૬૨માં દીક્ષા, નામ મુનિ ઉદયધર્મ, સ ૧૫... માં ઉપાધ્યાયપદ્ય. સ. ૧૫૮૭માં શિરાહીમાં આચાર્ય પદ્ય, તથા ગચ્છનાયકપદ નામ આ॰ વિજયદાનસૂરિ.
સં. ૧૫૯૬માં ભટ્ટારક૬. સ. ૧૬૨૧-૨૨માં પાટણ પાસે વડાલી ગામમાં આરાધનાપૂર્વક વગગમન થયા હતા.
આ॰ વિજયદાનસૂરિને ગૃહસ્થપણામાં બીજા ૩ ભાઈ એ અને ૧ બહેન હતાં. તથા (૧) વિજય અને (૨) લક્ષ્મણ નામે બે ભાણેજે હતા.
તે ગણધર ગૌતમવામી જેવા રૂપાળા, વિદ્વાન, ત્યાગી, તપસ્વી, મેાટા વાઢી, સિદ્ધાંતના પારગામી, તપાગચ્છમાં સૂર્યસમા, સમતાના સાગર, વૈરાગ્યના ભંડાર, અપ્રમાદી, જેમની સૌ કાઈ આજ્ઞા પાળે એવા અખંડ પ્રતાપી, નવકલ્પ વિહારી, તીર્થંકર ભગવાનની જેમ હિતાપદેશ દેનારા તેમ જ પાપકારી હતા.
વિકાસ–ઘટકા
ગુરુદેવની મનેાભાવનાનું પાલન
વૃદ્ધો જણાવે છે કે, આ વિજયદાનસૂરિ ગુરુદેવની આજ્ઞાના પાલનમાં સદા તૈયાર રહેતા હતા. તે માટે કહેવાય છે કે
“ એક દિવસે સમુદાયની ગેાચરી સમયે સૌ મુનિવરા ગેાચરી લઈ આવ્યા. સૌએ આહાર કરી લીધા, પણ સૌની ગેાચરી થઈ રહ્યા પછી ત્રણ મુનિએ પણ મહામહેનતે વાપરી શકે એટલેા આહાર વચ્ચેા. આ આહાર પતાવવા કેવી રીતે? આથી ગુરુદેવે સૌ મુનિવાને જણાવ્યું કે, “ આ આહાર પરઠવવા નથી, તેથી જે મુનિ એકલા જ આ આહાર વાપરી જાય તેને હું મનપસંદ કાંબળી
આપીશ.”
-
૫, ઉદયધમ ( પં. દાનવય ગણી ) ગુરુદેવની ઈચ્છા પ્રમાણે એકલા જ એ આહાર વાપરી ગયા. પછી બીજે દિવસે સવારે તેમણે ગુરુદૈવ પાસે આવી ત્રણ ઉપવાસનું પચ્ચકખાણું લીધું.
ગુરુદેવે ચાથે દિવસે તેમને પારણુ' કરાવી કહ્યું: “ ખેલ; તારે કેવી કાંબળી જોઈ એ ? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org