________________
છાંસઠમું ] પં ઉત્તમવિજય ગણું
(૩૮૭ મુસલમાનોએ સં. ૧૭૨૫માં જામનગર ઉપર ચડાઈ કરી. આથી જૈન સંઘે એ સમયે “મુસલમાને જૈન મંદિર તથા જિનપ્રતિમાએને તોડી નાખશે” એવા ભયથી બધી જિનપ્રતિમાઓને ભોંયરામાં પધરાવી દીધી અને બધાં જિનાલયોને સર્વથા બંધ કરી દીધાં.
એ પછી જામનગરમાં તલકશી શ્રેષ્ઠી મંત્રી બન્યો. તેણે પં દેવચંદ્રજી ગણના ઉપદેશથી જામનગરનાં બંધ રાખેલાં સવ જિનાલોને સં. ૧૭૮૮ના શ્રા સુo ૭ ને ગુરુવારે ઉઘડાવ્યાં અને બધી જિનપ્રતિમાઓને બરાબર સ્થાને સ્થાપન કરી બધાની પૂજા ચાલુ કરી.
શ્રીસંઘે અંચલગચ્છના ભટ્ટા ઉદયસાગરસૂરિના ઉપદેશથી જામનગરનાં બધાં જિનાલયને સં. ૧૭૯૦માં મોટો જીર્ણોદ્ધાર કરાવ્યા.
( – પ્રક. ૪૦. પૃ. ૫૩૬) મહે. દેવચંદ્રજી ગણીએ પાલિતાણા, લીંબડી, ધ્રાંગધ્રા, ચૂડા, શત્રુંજયતીર્થ, અમદાવાદ, પાટણ વગેરે રથાનોમાં જિનપ્રતિષ્ઠા કરી. પાટણમાં સં. ૧૭૭૪માં શેઠ તેજસીએ બનાવેલા સહસ્ત્રકૂટની પ્રતિષ્ઠા કરી.
સં. ૧૮૧ ના મહા સુદિ ૧૩ના રોજ શત્રુંજય તીર્થમાં સુરતના સં૦ કચરા કીકા શ્રીમાલી પટણીએ ૬૦ હજાર રૂપિયા ખરચીને પ્રતિષ્ઠાઉત્સવ કર્યો, તેમાં ભાગ સુમતિનાથ વગેરે જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી. અમદાવાદમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી. પં. દેવચંદ્રગણીએ અમદાવાદમાં છૂટાં છૂટાં પાંચ ચાતુર્માસ કર્યા, સુરતમાં ચોમાસાં કર્યા. પં. જિનવિજય ગણીએ અમદાવાદમાં અને સુરતમાં તેમની પાસેથી દ્રવ્યાનુયોગનું જ્ઞાન સંપાદન કર્યું. પં ઉત્તમવિજય ગૃહસ્થાવસ્થામાં અને મુનિપણામાં પણ તેમની પાસે ભણ્યા હતા.
પં. દેવચંદ્રજી જે રથાને ઊતરતા તે એ સમયે દેવચંદની ડેલી” તરીકે ખ્યાત હતું, જે પાછળથી ડહેલાના ઉપાશ્રય તરીકે પ્રસિદ્ધિ પામ્યું,
પં. દેવચંદ્રજીને ૧. પંમતિરત્ન અને ૨. રાયચંદજી વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org