________________
છાસઠમું ] પં ઉત્તમવિજયગણી
[૩૮૫ ભણાવવાને સર્વ પ્રકારનો ખર્ચ કર્યો.
સંવ તારાચંદે સં. ૧૮૧૩-૧૪માં સુરતમાં પં. ઉત્તમવિજયગણુ પાસે ઉપધાન વહન કર્યા અને માલારે પણ મહોત્સવ કર્યો.
સં. ફત્તેચંદની પત્ની રતનબાઈ તથા સં. તારાચંદ સં. ૧૮૨૧ના માટે વ૦ ૨ ને ગુરુવારે સુરતથી ગેડી પાર્શ્વનાથનો છ'રી પાળતો ચાત્રા સંઘ કાઢયો હતો. તેણે અંચલગચ્છના ઉપા) જ્ઞાનસાગર ગણી, તપાગચ્છના સાગરશાખાના ભ૦ પુણ્યસાગર ગણી, આગમગચ્છના આચાર્ય સિંહરત્નસૂરિશિષ્ય પં. હેમચંદ્ર ગણી અને તપાગચ્છના સંવેગી કવિ પં. ખુશાલવિજયગણીએ સુરતથી સાથે લીધા હતા અને પં. ઉત્તમવિજયજીગણ વગેરે સંવેગી મુનિ. એને રાધનપુરથી સાથે લીધા હતા.
(- જેસપ્ર. ક્ર. ૮૪ થી ૮ ) સાહિત્ય – ૫૦ ઉત્તમવિજયગણ વિદ્વાન હતા. મેટા કવિ હતા. તેમણે સં. ૧૮૦૯ આ૦ સુત્ર રના રોજ રાધનપુરમાં “મહાવીર સ્તવન” કડી : ૨૦, સં. ૧૭૯૯ ના વૈ૦ સુ૦ ૩ના રોજ સુરતમાં
સંયમણિનું ભ૦ મહાવીરસ્વામીનું સ્તવન તથા પંજિનવિજય ગણના જીવનચરિત્રની ટૂંકી નોંધ લખી હતી.
સુરતના સં. તારાચંદ સં. ૧૮૨૬માં સુરતથી શંત્રુજય તીર્થને છરી પાળતો યાત્રા સંઘ કાઢયો. તેમાં તેમણે ભ૦ ઉદયસાગરશિષ્ય તિલકચંદજી, પં. જિનવિજયજી તથા પં. ઉત્તમવિજયજી વગેરે સંવેગી મુનિઓને સાથે લીધા. પં. જિનવિજયજી ગણી (પં ઉત્તમવિજયજી ગણીએ સં૧૮૨૭ના પિષ સુદિ ૧૪ના રોજ શત્રુજયમાં
શત્રુંજય તીર્થનું રતવન” બનાવી તેમાં આ સંઘનું ઐતિહાસિક વર્ણન કર્યું.
(– જૈનયુગ, પુ. ૧, પૃ. ૨૫૮) મહ૦ દેવચંદ્ર ગણી – આ સમયે ખરતરગચ્છમાં મેટા અધ્યાત્મજ્ઞાની મહેક દેવચંદ્ર ગણુ થયા. તેમનો સં. ૧૭૪૬માં ચંગ ગામમાં જન્મ થયો હતો. દીક્ષા ક્યારે થઈ અને પંન્યાસપદ ક્યારે મળ્યું, તેની તારીખ મળતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org