________________
પ્રકરણ છાસઠમું
પં. ઉત્તમવિજયગણું “ વર્ષાતિરસ્કૃતિરાતરાવિવાર
उत्तमाद् विजयस्तस्य शिष्योऽभूत् भूरिशिष्यकः ॥ ७ ॥
અમદાવાદની શામળાની પળમાં શેઠ બાલચંદને પૂંજાશાહ નામે પુત્ર હતો. તેનો જન્મ સં. ૧૭૬૦માં થયો હતો.
યાત્રા – પૂજાશાહે વ્યવહારજ્ઞાન મેળવી પિતાની આજ્ઞાથી સં. ૧૭૭૮માં ૧૮ વર્ષની ઉંમરે ખતરગચ્છના ૫૦ દેવચંદ્રગણુ પાસે જૈન વિધિ – વિધાન જ્ઞાન પ્રાપ્ત કર્યું. પિતાની આજ્ઞાથી ભણવા માટે પં. દેવચંદ્ર સાથે તે સુરત ગયો.
સુરતના શેઠ કચરા કિકા શ્રીમાલી પટણીએ પં. દેવચંદ્રગણુના ઉપદેશથી સં. ૧૭૯૪માં સમેતશિખર તીર્થને જળરસ્ત, વાહનરસ્તે અને રેલવે રસ્તે યાત્રા સંઘ કાઢ્યો. પં. દેવચંદ્રગણુની સૂચનાથી તેમણે વિધિવિધાન માટે પૂજાશાહને યાત્રામાં સાથે લીધે.
પૂંજાશાહને મધુવનમાં દેવે રાત્રે નંદીશ્વર દ્વીપ, સીમંધર સ્વામીનું સમવસરણ વગેરેનાં દર્શન કરાવ્યાં. શ્રીસંઘ સંમેતશિખર તીર્થની યાત્રા કરીને સુરત પાછો ફર્યો.
પૂંજાશાહે માતાપિતાની આજ્ઞા લઈ સં. ૧૭૮૬ના વૈ૦ સુત્ર ૬ ના રોજ અમદાવાદમાં પં. જિનવિજયગણી પાસે દીક્ષા લીધી. ગુરુદેવે તેમનું નામ મુનિ ઉત્તમવિજય રાખ્યું.
(- પદ્મવિજય, “પ૦ ઉત્તમવિજય રાસ’–સ, ૧૮૨૮) પં. જિનવિજ્યગણી તથા પં૦ ઉત્તમવિજયગણીએ અમદાવાદ અને સુરતમાં પં. દેવચંદ્રજી ગણીની પાસે રહી જૈન ધર્મનાં શાસ્ત્રો તથા દ્રવ્યાનુયોગનો મુખ્ય અભ્યાસ કર્યો.
જ્ઞાન–પં. ઉત્તમવિજયે અને પં, પદ્મવિજયે સં. ૧૮૦પથી સં. ૧૮૧૦ સુધી સુરતમાં રહી ચતિવય સુવિધિવિજય પાસે અધ્યથન કર્યું. સુરતના સં૦ તારાચંદ કચરા કીકાએ આ બંને મુનિઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org