________________
૩૮૨] જૈન પરંપરાનો ઇતિહાસ
[પ્રકરણ તેઓ પાટણથી અમદાવાદની માંડવીની પોળમાં ચાતુર્માસ રહ્યા.
તે પછી અનેક ગામોમાં ચાતુર્માસ કર્યો. છેવટે તેઓ અમદાવાદ આવ્યા. શ્રી જિનવિજયજીને સંઘનો ભાર સેપી પં. ક્ષમાવિજય ગણી સં ૧૭૮રના આ સુદિ ૧૧ના દિવસે સ્વર્ગસ્થ થયા.
પં. જિનવિજયજી અમદાવાદથી વિહાર કરતા ભાવનગર થઈ ઘોઘા આવ્યા. ઘોઘામાં ચાતુર્માસ સ્થિત રહ્યા. ત્યાંથી શત્રુંજયની યાત્રા કરી, શંખેશ્વરની યાત્રા કરી પાટણ આવ્યા. પાટણથી આબુની યાત્રાનો સંઘ નીકળે તેમાં તેઓ મુખ્ય હતા. ત્યાંથી સિરોહી, સાદડી, રાણકપુર, ઘાણેરાવ, નાડેલ, નાડલાઈની યાત્રા કરી. નાડલાઈમાં ચાતુર્માસ ગાળ્યું. પછી વરકાણ વગેરે તીર્થોની યાત્રા કરતા તેઓ પાટણ આવ્યા. ત્યાં ચાતુર્માસ કર્યું. પછી શખેશ્વરની યાત્રા કરી નવાનગર, ગિરનાર, શત્રુંજય, ભાવનગર વિહાર કર્યો. અહીં અમદાવાદથી ત્રણ જણ દીક્ષા માટે આવ્યા. તેમને દીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ આવી ચાતુર્માસ કર્યું. ત્યાંથી સુરતમાં ચાતુર્માસ અથે પધાર્યા. સુરતથી ગંધાર, આમેદ, જબુસર થઈ પાદરા ચાતુર્માસ માટે આવ્યા.
અહીં આવી આઠ દિવસ બીમાર રહ્યા ને ૪૭ વર્ષની ઉંમરે સં. ૧૭૯૯ ના શ્રાવણ સુદિ ૧૦ ને મંગળવારના રોજ તેઓ સ્વર્ગસ્થ થયા. અહીં કિસન નામના શ્રાવકે તેમના અગ્નિસંસ્કારના સ્થળે શૂભ કરાવ્યો.
તેમના જીવનની ટૂંકી નોંધ પં ઉત્તમવિજયે રાખી હતી. તેઓ ૫૨ ખીમાવિજયના શિષ્ય હતા અને મોટા કવિ તરીકે ખ્યાતિ પામ્યા હતા.
સાહિત્ય – તેમણે સં. ૧૭૧૯માં વડનગરમાં “કપૂરવિજ્યગણી રાસ”. સં. ૧૭૮૬માં “પં. ક્ષમાવિજયરાસ, સં. ૧૭૮લ્માં અમદાવાદમાં બે “જિનસ્તવનવીશીએ તથા જિનરતવન બાવીશી,” સં. ૧૭૮૩માં પાટણમાં “જ્ઞાનપંચમીસ્તવન”, “મહાવ્રતની ૨૫ ભાવનાની સક્ઝાય” ઢાળ : ૫ તથા “મેં તો આણું વહસ્યાંજી” અને પર્યુષણ પર્વની સ્તુતિ વગેરે રચ્યાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org