________________
પ્રકરણ પાંસઠમું
પં. જિનવિજયગણી “સદા ળેિ વિરતા બિજનેશનશિતઃ વા
જાહ્નવિકાન વેત્તા રાહgrrrવિતા || વિનાશિના વાઢાનત શિષ્યઃ માત્ર દા
– પં. પદ્મવિજય, “વરસ્તુતિહુ ડી સ્તવનના ટબાની પ્રશસ્તિ') અમદાવાદમાં શ્રીમાલી શા. ધર્મદાસ નામે શ્રેષ્ઠી વસતા હતા. તેમની પત્ની લાડકુંવરબાઈ થી સં ૧૭પર લગભગમાં એક પુત્રને જન્મ થયો. તેનું નામ ખુશાલ રાખવામાં આવ્યું.
ખુશાલને સાત વર્ષની વયે નિશાળે ભણવા મૂક્યો હતો. તેણે સારી રીતે વ્યાવહારિક શિક્ષણ લીધું.
પં. ક્ષમાવિજ્યગણ વિહાર કરતા અમદાવાદમાં આવ્યા. તેમના રાયચંદ નામના શ્રેષ્ઠી ભક્ત હતા. શામળાની પળમાં રહેતા હતા. તેઓ દેશ-વિદેશને વેપાર ખેડતા. પણ પગે પગરખું પહેરતા નહતા. હંમેશાં ગરમ પાણી પીતાઆ રાયચંદભાઈની પ્રેરણાથી ખુશાલ તેમની સાથે પં. ક્ષમાવિજયજીગણને ઉપદેશ સાંભળવા ગયે. ગુરુના ઉપદેશથી ખુશાલનું મન વિરાગ્યવાસિત થયું. તેણે ગુરુને દીક્ષા આપવા વિનંતી કરી. ગુરુએ સંયમની કઠોરતા સમજાવી. ચારિત્રના કઠોર માર્ગ પર વિચરવાની ખુશાલે તૈયારી બતાવી. તેણે માતાપિતાની રજા લઈ સં. ૧૭૭૦ના કાર્તિક વદિ ૬ ને બુધવારના રોજ દીક્ષા અંગીકાર કરી. તેમનું નામ મુનિ જિનવિજય રાખવામાં આવ્યું.
અમદાવાદથી તેઓ ગુરુ સાથે વિહાર કરતા પાટણ આવ્યા. પાટણના અગ્રણે શ્રાવક ઋષભે સં. ૧૭૭૪માં અનેક જિનબિંબની પ્રતિષ્ઠા કરાવી. આ સમયે પં. ઉત્તમવિજયજી વિદ્યમાન અને પં. ક્ષમાવિજયજી વિદ્યમાન હતા, તેમની સાથે મુનિ જિનવિજયજી હતા. તેમણે પાટણમાં ચાતુર્માસ કર્યું. સં. ૧૭૭૫ના શ્રાવણ વદિ ૧૪ ને સેમવારના રોજ પં. કપૂરવિજયજી સ્વર્ગસ્થ થયા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org