________________
૩૫૮ ]
જૈન પરંપરાના ઇતિહાસ
[ પ્રકરણ
ગુરુ કપૂરવિજયજી અમાવાઇ હતા. ત્યાં સરસપુરમાં શ્રી ક્ષમાવિજયજીને પેાતાની પાર્ટ મેસાડી ગુરુએ પાટણ તરફ વિહાર કર્યાં. પછી તેા ક્ષમાવિજયજી પણ પાટણ પધાર્યા. તેમને પન્યાસપઢવી આપવામાં આવી. ૫૦ ક્ષમાવિજયગણીએ ત્યાંથી શખેશ્વરની યાત્રા કરી ત્યાંથી પાછા પાટણ આવ્યા, અને શ્રેષ્ઠી ઋષભશાહની વિનતિથી જિનબિંખાની પ્રતિષ્ઠા કરાવી. સ. ૧૭૭૪માં લગભગ ૯૦૦ જિનેશ્વરાની પ્રતિષ્ઠા કરી. સ‘૦ ૧૭૭૫માં ૫’૦ કપૂરવિજયજીએ સ્વર્ગ વાસ કર્યાં.
૫૦ ક્ષમાવિજયગણી ત્યાંથી સિદ્ધપુર, મહેસાણા, ચાણુસમા, રાધનપુર, સાચાર, સમી, સાંતલપુર, વાવ, વીસલનગર, વડનગર, વઢવાણ, તારંગા વગેરે થળે વિહાર કર્યો અને પ્રભુ-પ્રતિષ્ઠાએ કરાવી.
ત્યાંથી તે અમદાવાદ આવ્યા. ત્યાંથી સુરતના શ્રીસ ધની વિનતિથી તે તરફ વિહાર કર્યાં. પ્રથમ ખંભાત આવ્યા. અહીનાં ૪૮ જિનાલયાનાં દર્શન કર્યા. ત્યાંથી કાવી આવ્યા. ભેાંયરામાં પ્રભુની પ્રતિષ્ઠા કરાવી. ત્યાંથી જ બૂસર, ભરૂચ થઈ સુરત પધાર્યા. સ’૦ ૧૭૮૦નું ચાતુર્માસ સુરતમાં કર્યું....
સુરતથી તેઓ અમદાવાદ આવ્યા. તેમના વિદ્વાન શિષ્ય તે દોશીવાડાનીપાળમાં ચાતુર્માસ સ્થિત હતા ત્યારે જિનવિજયજીને અહી ખાલાવ્યા. તેમને સઘ ભળાવ્યા. સ. ૧૭૮૬ના આસા મહિનાની ૧૧ના દિવસે કાળ કર્યો. શ્રીસ`ઘે સાબરમતીના કિનારે તેમના દેહના અગ્નિસ`સ્કાર કર્યાં. તેમના સ્મરણાર્થે શૂભ કરવામાં આવ્યા.
૫૦ ક્ષમાવિજયજીએ ‘ પાનાયસ્તવન 'ની રચના કરી છે. બીજી કૃતિએ જાણવામાં આવી નથી.
આ સમયે અમદાવાઢમાં ઘણા રાજપલટા થયા હતા. જોધપુરના મહારાજા અભસિંહ રાઠાડે પિલાજીરાવ ગાયકવાડને મારી અમદાવાદ પેાતાને કબજે કર્યુ. દિલ્હીના ૧૭મેા બાદશાહ મહમુદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org