________________
ચેસઠમું ]
પં. ક્ષમા વિજય ગણું
[૩૩૯
તથા મહારાજા અભયસિંહે રતનસિંહ ભંડારી (સં. ૧૭૮૯ થી ૧૭૯૩)ને અમદાવાદનો નાયબ સૂબા ની.
રતનસિંહ ભંડારીએ સં. ૧૭૮૧ના વિ૦ સુદ ૮ના રોજ શત્રુજયતીર્થ પર વિમલવસહીમાં જિનાલય બંધાવી તેમાં ભ૦ વિજયક્ષમાસૂરિના પટ્ટધર ભ૦ વિજયદયાસૂરિના હાથે સહસ્ત્રફણું પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી.
આ સમયે સુરતના સંઘપતિ પ્રેમજી પારેખે બાદશાહ ફરુખશિયરની પરવાનગી મેળવી તપાગચ્છના ભટ્ટા જ્ઞાનવિમલસૂરિના ઉપદેશથી સં. ૧૭૭૦ના ચૈત્ર સુ. ૧૦ના રોજ સુરતથી શત્રુંજયતીર્થનો છરી પાળા યાત્રા સંઘ કાઢ્યો હતો. તેણે સંઘમાં ભ૦ જ્ઞાનવિમલસૂરિ, ૫૦ દીપસાગર, પં. સૂર્યાસાગર, તપાગચ્છની સાગરશાખાના ભ૦ લક્ષમીસાગરસૂરિ, તપાગચ્છના ભવ્ય વિજય રત્નસૂરિ, આ. વિજય
ઋદ્ધિસૂરિ, મહ૦ લાવણ્યવિજય ગણીની પરંપરાના પં. અમરવિજય ગણી, તપાગચ્છની રત્નશાખાના પં. દાનરનગણના શિષ્ય પં૦ જ્ઞાનરત્નગણી, પં. ઉદયરત્નગણી વગેરેને સાથે લીધા હતા.
( – પ્રક. પ૭) સંઘે વિશાખ સુદિ ૬ થી વિશાખની અમાવાસ્યા સુધી તીર્થયાત્રા કરી. સંઘપતિએ સં. ૧૭૭૦ના જેઠ સુદ ૧૦ ના રોજ તીર્થમાં ભ૦ જ્ઞાનવિમલસૂરિના હાથે તીર્થમાલા પહેરી.
પં. ખીમાવિજયગણના શિષ્ય ૫૦ જસવિજયગણીએ સં. ૧૭૮૪ના ભાવ વવ ૫ ને ગુરુવારે પાટણમાં નારંગા પાર્શ્વનાથની કૃપાથી “જિનસ્તવનચાવીશી” રચી હતી,
૬૪ ૫૦ ખીમાવિજયગણી, ૬૫ પં. જસવિજયગણ, ૬૬ ૫૦ શુભવિજ્યગણી, ૬૭ (૧) ૫૦ ભાણુવિજયગણ, (૨) પં. ધીરવિજયગણી, (૩) ગુરુભાઈ પં. વીરવિજયગણે.
શત્રુંજ્યતીર્થના એક શિલાલેખ (નં. ૧૦૨)માં ૫૦ વીરવિજ્યને પં. ધીરવિજ્યગણના શિષ્ય બતાવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org