________________
પ્રકરણ ચેાસઠમું
૫૦ ક્ષમાવિજય ગણી
જૈનાના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામેલા આબુના રમણીય પર્યંત પાસે પાયંદ્રા નામે ગામ છે, જ્યાં શ્રી. પાર્શ્વનાથ પ્રભુનુ મનાહર ચૈત્ય શૈાભી રહ્યુ છે ત્યાં એશવાલવંશીય ચામુંડા ગેાત્રના શાહ કલા નામે શ્રેષ્ઠી વસતા હતા. તેમની પત્નીનું નામ વનાં. તેનાથી એક પુત્ર જન્મ્યા, જેનુ નામ ખેમચંદ રાખવામાં આવ્યું હતુ. પ્રેમચઢને માતાપિતાના ધાર્મિક સૌંસ્કાર મળવા લાગ્યા. તેણે વ્યાવહારિક શિક્ષણ પણ લીધું. સં૦ ૧૭૨૨ લગભગમાં આ ખેમચંદને કાઈ કારણસર અમદાવાદ આવવાનું થયું. તે પેાતાના સંબંધીને ત્યાં અમદાવાદના પ્રેમાપુરા નામના પરામાં ઊતર્યાં હતા.
આ જ સમયે ૫૦ કપૂરવિજયજીગણીના શિષ્ય પ૦ વૃદ્ધિવિજયગણી પ્રેમાપુરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તેમની દેશના રાજ સવારે થયા કરતી. ખેમચંદ પણુ એક દિવસ આ મુનિની દેશના સાભળવા આવી ચડયો. ૫૦ વૃદ્ધિવિજયની વૈરાગ્યભરી વાણી સાંભળતાં ખેમચના હૃદયમાં વૈરાગ્યભાવ જાગૃત થયેા. તેણે ગુરુને દીક્ષા આપવા વિન`તી કરી. ૨૨ વર્ષની ઉંમરે સ′૦ ૧૭૪૪ ના જેષ્ઠ સુદિ ૧૩ના દિવસે શ્રી. વૃદ્ધિવિજયગણીએ પ્રેમચંદને દીક્ષા આપી અને તેનું નામ ક્ષમાવિજય રાખવામાં આવ્યું. તેમણે સિદ્ધાંતશાસ્ત્રના અભ્યાસ શરૂ કર્યાં.
તેમણે યાત્રાધામામાં વિહાર કરવાના વિચાર કર્યાં. તેથી આબુ, અચલગઢ, સિરાહી વગેરે સ્થળામાં વિહાર કર્યાં અને ત્યાંનાં બધાં ચૈત્યાનાં દર્શન કર્યાં. ત્યાંથી વસંતપુર, સાદડી, રાકપુર, ઘાણુરાવ, લેાઢાણા, વરકાણા વગેરે તીર્થોનાં ભાવથી વંદન કર્યા.. ત્યાંથી નાડાલ, નાડલાઈ વગેરે તીર્થાંનાં દૃન કર્યાં. ત્યાંથી ઉદ્ભયપુર, ડુંગરપુર, સાગવાડી, લેવા, ( કેશરિયાજી ), ઈડર, વડનગર અને વીસલપુર વગેરે સ્થળામાં વિહાર કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org