________________
૩૭૬ ]
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ
કરાવ્યો. ભ૦ વિજય રત્નસૂરિ અને પં. ભીમવિજયગણીના ઉપદેશથી બાદશાહ ઔરંગઝેબે સં. ૧૭૩૬માં અજમેરમાં ફરમાન લખી આપ્યું હતું. મુસલમાનેએ અત્યાર પહેલાં અજમેર, મેડતા,
જત, જયતારણ અને જોધપુર વગેરે સ્થાનોના ઉપાશ્રયે દબાવ્યા હતા તે તે ઉપાશ્રયે તેની પાસેથી જૈન સંઘને પાછા અપાવ્યા હતા.
ભ૦ વિજય રત્નસૂરિના રાજ્યમાં પં. ઉત્તમસાગર શિષ્ય પં ન્યાયસાગરગણીએ સં. ૧૭૬૬ના ભાવ સુ. પના રોજ “સમ્યકૃત્વવતસ્તવન’ રહ્યું છે.
તપગરછની સેમસૂરિશાખાના પં. ધનવિમલ ગણીએ સં. ૧૭૭૧ માં “પન્નાવણુસૂત્રનું વાતિક બનાવ્યું.
ખરતરગચ્છના ભ૦ જિનચંદ્રસૂરિના ઉપા. સુમનમેરુગણીના શિષ્ય યતિવર માનજી બિકાનેરવાળાએ સં. ૧૭૪૫ના વૈ૦ સુત્ર ૫ના રોજ લાહોરમાં વિદ્યકનો “કવિવિનોદ” નામે ગ્રંથ બનાવ્યો.
શેઠ નાગજી ભૂધર દશા પોરવાડે સં. ૧૭૬૦ના શ્રા. સુ. ૨ ના રોજ અમદાવાદમાં નાગજી ભૂધરની પોળ બનાવી હતી.
તેમના વંશના બાર વ્રતધારી શેઠ કચરાભાઈ અમૃતલાલ સં. ૨૦૧૫ના કા. સુત્ર ૧૧ તા. ૨૧–૧૧–૧૯૫૮ને શુકવારે અમદાવાદમાં મરણ પામ્યા હતા. આજે તેમના પુત્રો ૧ શાંતિલાલ, ૨ ૫૦ માનવિજયગણ અને ૩ જયંતિલાલ વિદ્યમાન છે.
(– સં. ૧૯૦૮ના પિ૦ સ૦ ૩ તા. ૨૫-૧૨૧૮૫૧ ગુરુવારે અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં પ્રકાશિત કરેલ “ અમદાવાદને ઈતિહાસ.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org