SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ બાસઠમું ] ૫. સત્યવિજય ગણિવર [૩૭૧ આ ઘટના ઉપરથી ગમાર્ગને માટે શ્રી આનંદઘનજીની કેટલી અસર તે યુગ ઉપર થઈ હતી તે જણાય છે. છતાં આ બાબતમાં દિગંબરોના શુષ્ક અધ્યાત્મવાદની જે પ્રરૂપણા બનારસીદાસે કરી હતી અને જેને માટે તેમને જીવનના ઉત્તરભાગમાં ખેદ થયે હતો તેની રિથતિ વેતાંબર સમાજની થઈ નહોતી. (- જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિ. પૃ. ૫૭૮ ) શ્રી સત્યવિજય પંન્યાસ અત્યંત અધ્યામી છતાં અને વનવાસમાં આનંદઘનજી સાથે રહ્યા હોવા છતાં ખૂબ કિયા-તત્પર હતા, એમ એમના જીવનથી અનેક સાત્ત્વિક ક્રિયાઓ જળવાઈ રહી છે તે ઉપરથી જણાય છે. એ સર્વ વાતને સમવય શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયે “૩પ૦ ગાથાના સ્તવન”માં સીમંધરસ્વામીને વિનંતી રૂપે કર્યો છે. એ એકાંત કિયાગ કે જ્ઞાનયેગમાં સાર નથી એમ બતાવી, જ્ઞાન-ક્રિયાને સહકાર કરવા ભલામણ કરી છે. ( – ઢાળઃ ૧૬, ગા. ૫૪ ) આ વિશેષતાના રવીકારથી જૈન શ્વેતાંબર સમાજ ટકી રહેલ જણાય છે. આ જ્ઞાન-ક્રિયાને સહકાર બતાવનાર તે કાળના ગ્રંથમાં જસવિલાસ, વિનયવિલાસ જ્ઞાનવિલાસ વગેરે કૃતિઓ છે. (–મ ગિઈ કાપડિયા કૃત “શાંતસુધારસ ' ગ્રંથનું ગુજરાતી વિવેચનનું અવલોકન, પૃ. ૧૫૦, ૧૫૧ ) પં. સત્યવિજયજીગણીએ સં. ૧૭૫૪માં અમદાવાદમાં ચોમાસું કર્યું, સં. ૧૭૫૫માં પાટણમાં ચોમાસું કર્યું અને સં૦ ૧૭૫૬ના પિષ મહિનામાં તેઓ બીમાર પડયા. પાંચ દિવસ બીમાર રહ્યા. પં. સત્યવિજયગણ સં. ૧૭૫૬ના પોષ સુદિ (વદ) ૧૨ ને શનિવારે સિદ્ધિગમાં પાટણમાં અનશન સ્વીકારી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. મહ. વિવેકહર્ષગણિવરના શિષ્ય પં. જિનહર્ષગણીએ સં... ..માં “સત્યવિજયગણિ નિર્વાણરાસ” રચે છે. સંભવ છે કે, પં. જિનહર્ષગણુનું બીજું નામ પં. જિનવિજયગણું હોય.' ૧. પં. સત્યવિજય ગણુ બીજા પણ થયા છે. તેમનું સં. ૧૭૭૯ ના પોષ વદ ૧૪ ના રોજ રવ ગમન થયું હતું એમ ગ્રંથપ્રશરતની નોંધથી જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy