________________
ઉ૭૦]
જેન પરંપરાનો ઈતિહાસ
[પ્રકરણ
વિચર્યા હતા. સં.....માં બગડી ગામમાં ચાતુર્માસ રહ્યા હતા ત્યારે તેમની સાથે ૫૦ હેમવિજ્યગણી, પં. વિમલવિજય, પં. ઉદયવિમલ, ૫૦ સત્યવિજયગણ અને પ્રતાપવિજયગણ વગેરે ગીતાર્થો તથા મુનિવરો હતા અને તે જ સાલમાં ઉપા૦ વિનયવિજ્યગણું ઉજજૈનમાં ચાતુર્માસ રિથત હતા. તેમની સાથે પં૦ માનવિજયગણી, પં. હર્ષવજયગણી, ઋષિ ભાણજી, મુનિ ભાણુવિજયગણું, મુનિ કેવલવિજય, મુનિ પુષ્પવિજય વગેરે ગીતાર્થો તથા મુનિવરો તેમજ સાધ્વીજી સહજશ્રી વગેરે સાધ્વીજીઓ હતાં.
( – ઉજજૈન સંઘનું વિજ્ઞપ્તિપત્ર) જીવનપરિચય –
પં. સત્યવિજ્યગણિવર શાંત, ત્યાગી, વૈરાગી અને વિદ્વાન હતા. સાચા જ્ઞાની–અનુભવી પુરુષ હતા. શુદ્ધ કિયાના પ્રેમી હતા. અધ્યાત્મયોગી હતા. તેમની ઉપદેશશક્તિ અમેઘ હતી. તેઓ ઉપદેશમાં ત્યાગ અને વૈરાગ્યને જ ખૂબ પષતા હતા. તે મેડતા, નાગોર, જોધપુર, સેજત તથા સાદડી વગેરે પ્રદેશોમાં વધુ પ્રમાણમાં વિચરતા હતા અને તેમણે એ તરફ જ વધુ ચાતુર્માસે નિર્ગમન કર્યા હતાં. શ્રીયુત મતીચંદ ગિરધરલાલ કાપડિયા જણાવે છે કે, –
આ વિચાર અને દાખલાઓની તે યુગના સાહિત્ય પર અસર થઈ જણાય છે. સત્યવિજયજી પંન્યાસ જેવા મૂળ પાટ છોડી વિજ્યસિંહસૂરિના સમયમાં બહાર નીકળી જઈ ક્રિોદ્ધાર કરે કે આચાર્યપદ લેવાની આનાકાની કરે એમાં ઊંડે એગ કારણ જણાય છે.”
શ્રીમાન્ આ મારામજી મહારાજે “જૈન દર્શનના પૃત્ર ૬-૮માં જણાવ્યું છે કે –
શ્રી સત્યવિજયજીગણ કિદ્ધાર કરી શ્રી. આનંદઘનજી સા બહુ વર્ષો સુધી વનવાસમાં રહ્યા હતા, તથા મહાતપયા,
ગાભ્યાસ પ્રમુખ કર્યું. જ્યારે બહુ જ વૃદ્ધ થઈ ગયા અને પગમાં ચાલવાની શક્તિ પણ ન રહી ત્યા અણહિલપુર પાટણમાં આવી રયા.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org