________________
એકસઠમું] આચાર્ય વિજયસિંહસૂરિ
[ ૩૩૯ દેવવાણ – હવે ભટ્ટા. વિજ્યાનંદસૂરિની પાટે નો ગરછનાયક વારસદાર બનાવવાની વાત ચાલી. ભવ્ય વિજયદેવસૂરિએ સં. ૧૬૭૬ના ચોમાસામાં સાબલીમાં વિજયાનંદસૂરિપક્ષ અને સાગરશાખા વચ્ચેની અથડામણ થતી હતી તેને રોકવાનો ઉપાય મેળવવા અને નવો ગચ્છનાયક જાણવા ત્રણ મહિના સુધી સૂરિમંત્રનું ધ્યાન કર્યું.
સૂરિમંત્રના અધિષ્ઠાયકે ગચ્છનાયકને વિનયભાવે જણાવ્યું કે તમારા શિષ્ય પરિવારમાં એ કાઈ પુણ્યશાલી નથી કે જે ગચ્છનાયક બની શકે. એ પુણ્યાત્મા અવસરે જન્મ લેશે ને તમારા પરિવારમાં દાખલ થશે. દીક્ષા લેશે અને અવસરે તમારા હાથે જ ગચ્છનાયક બનશે. પરંતુ હાલ તરતને માટે ઉપાઠ કનકવિજયગણીને તમારી પાટે સ્થાપન કરો. આથી જૈનશાસનને ઘણે લાભ થશે.
તમે પણ શ્રમણસંઘને માટે શુદ્ધ સાધુમાર્ગ પ્રવર્તે એવી મર્યાદા બનાવે. આથી પણ શ્રમણવંઘને લાભ થશે.
પટ્ટક – ભ૦ વિજ્યદેવસૂરિએ સં. ૧૬૭૭ના ચૈત્ર સુ. ૭ને બુધવારે સાબલીમાં શ્રમણુસંઘની હાજરીમાં ૫૮ બેલવાળે ગીતાર્થ સાધુ-સાધ્વી મર્યાદા પટ્ટક બનાવ્યો.
પછી પં મુક્તિસાગર સં૦ ૧૬૭માં અમદાવાદમાં ભ૦ વિજ્યદેવસૂરિના ખંભાતથી આવેલા વાસક્ષેપથી ઉપાધ્યાય બન્યા.
સમેલન – સં. ૧૬૮૧ના પ્રથમ ચૈત્ર સુદિ ૯ ને રોજ રવિગમાં અમદાવાદના કાલુપુરમાં આવેલા જૈન ઉપાશ્રયમાં તપાગચ્છનું મોટું મુનિસંમેલન મળ્યું.
( – પ્રક. ૫૫, પૃ. ૮૪) આ સંમેલનમાં બે બાબતમાં સૌ એકમત થયા. (૧) સર્વજ્ઞશતક” અપ્રમાણ ગ્રંથ છે તેને પ્રમાણ નહીં માનવો. (૨) ભ. વિજયદેવસૂરિ પોતાની પાટે જેને સ્થાપન કરે તેને બધાએ ગચ્છનાયક તરીકે મંજૂર રાખવા.
આ સંમેલનમાં સૌને અનુભવ થયો કે ઉપા૦ કનકવિજયગણી શાંત, સંવેગી, ત્યાગી, વેરાગી, તપસ્વી, જ્ઞાની, શાસનપ્રેમી, મળતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org