SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈઠમું ] આ૦ વિજયદેવસૂરિ [ ૩૨૯ વળી, આ અરસામાં સં૦ ૧૬૬૧, સં. ૧૬૮૬, સં. ૧૭૦૨, સં. ૧૭૦૫, સં. ૧૭૧૫ અને સં. ૧૭૨૦માં ગુજરાત, મેવાડ, મારવાડ, મેવાતમાં મોટા દુકાળ પડ્યા ત્યારે ભટ્ટા વિજયદેવસૂરિ, આ. વિજયસિંહસૂરિ, ભવ્ય વિજયપ્રભસૂરિ, ભ૦ વિજયાનંદસૂરિ વગેરેના ઉપદેશથી મંત્રી જયમલ મુહાત, શેઠ શાંતિદાસ ઝવેરી, શેઠ શાંતિદાસ મનિયા અને શેઠ વજિયારાજિયા વગેરે જૈન મહાજનોએ પ્રજાને અનાજ-પાણી કપડાં વગેરે વિવિધ પ્રકારની મદદ આપી હતી ત્યારે સોરઠમાં દુકાળની અસર થઈ નહોતી. શેઠ વજ્યિા –રાજિયા પારેખે સં. ૧૬૬૧ના દુકાળમાં ચાર હજાર મણ અનાજ આપી ઘણુ માનવ-કુટુંબોને બચાવ્યાં હતાં. મંત્રી જયમલ મુહણેતે સં૦ ૧૬૮૬ના દુકાળમાં સૌને મેટી મદદ આપી હતી. (- પદાવલી સમુચ્ચય ભા. ૨, પુરવણું પૃ૦ ૭૭૩) નવું નવું – ભટ્ટા. વિજયદેવસૂરિ તથા આ. વિજયસિંહસૂરિ એવા જૈનાચાર્યોના ઉપદેશથી વિકમની ૧૭–૧૮મી શતાબ્દીમાં વિવિધ, આકર્ષક, પ્રશસ્ય, કલામય વસ્તુઓનું નિર્માણ કર્યું છે તે આ પ્રમાણે છે – ૧ ચેત્યાલય – પાટણના મણિયાતીપાડામાં શેઠ લલ્લચંદ મગનલાલ દાંતીના ઘરમાં બારીક કેરણવાળું લાકડાનું સુંદર જિનાલય છે. તેમાં ભ૦ ઋષભદેવની સ્ફટિકારત્નની બનેલી પરિકરવાળી જિનપ્રતિમા છે. તેના પરિકર ઉપર પડીમાત્રામાં સંસ્કૃત ભાષામાં ભ૦ વિજયદેવસૂરિનાં લેખ નીચે મુજબ છે – ___ " संवत् १६७३ वर्ष पौषकृष्ण पञ्चमी शुक्र श्रीपत्तननगरवास्तव्यवृद्धशाखायां श्रीमालीज्ञातीय दोधनजीभार्यामरघाइसुतदोसतोषीकेन भार्यासहगलदेप्रमुखकुटुम्बयुतेन स्वश्रेयसे श्रीऋषभदेवपरिकरः कारितः प्रतिष्ठितश्च तपागच्छे भट्टारकपुरन्दर भट्टारकत्रीविजयहीरसूरीश्वरशिष्य-भट्टारक श्रीविजयसेनसूरीश्वरपट्टाल कारहारानुकारि भट्टारकप्रमु भट्टारकश्रीविजयदेवसूरिभिरिति भदम् ॥" (- પ્રા. જે. લે. ભા. ૨, ૯૦ નં૦ ૩૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy