SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮] જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ જિનાલય. ૭. સં. શિવા સમજીએ શત્રુંજય તીર્થમાં શિવા સમાજની ટ્રક અને ચૌમુખ જિનપ્રાસાદ બનાવ્યા, તેમાં ૫૮ લાખ રૂપિયા ખરચ્યા. આ ટ્રક પાસે ખરતરવસહીનાં નાનાં નાનાં જિનાલય બન્યાં. શેઠ સમજીના મરણ પછી તેમના પુત્ર રૂપજીએ સં. ૧૯૫૭ માં ભટ્ટાવિજય રત્નસૂરિ, ભ૦ જિનસાગરસૂરિના હાથે શિવા સમજની ટૂંકની પ્રતિષ્ઠા કરાવી હતી. (–પ્રક. ૪૦, ૫, ૪૮૯, ૪૯૪) સંવે રૂપજીની પરંપરામાં છેલ્લા શેઠ બાલાભાઈ સાંકળચંદ થયા હતા. (–યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ. ૨૪૦) સંઘવણ ફૂલબાઈ – તે ખંભાતની વતની હતી. સુખી હતી, દાની હતી. સમ્યકત્વ સાથે બાર વ્રતની ધારક શ્રાવિકા હતી. તે જ ગુ. આ૦ હીરવિજયસૂરિ, ભટ્ટા. વિજયસેનસૂરિ, ભ૦ વિજયદેવસૂરિ અને આ. વિજયસિંહસૂરિની ભક્ત-ઉપાસિકા શ્રાવિકા હતી. તેણે શત્રુ જ્ય, ગિરનાર વગેરે જૈન તીર્થોના છ'રી પાળતા યાત્રાસંઘે કાઢ્યા હતા. તેથી તેણે સંઘપતિનું તિલક કરાવી “સંઘવણ” બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેણે સં૧૭૦૫ના વૈ૦ સુ0 રના રોજ ખંભાતમાં મેટા મુનિ પરિવાર સાથે પધારેલા ભટ્ટા. વિજયદેવસૂરિ આ૦ તથા વિજયસિંહસૂરિને “વિવાગસુર” તથા “અણુત્તરોવાઈ સુર”ની પ્રતિએ વહેરાવી. (-ભાંડારકર ઈ-સ્ટીટયટ-પૂના પ્રશસ્તિસંગ્રહ ભા. ૧, પ્ર નં ૭૯૦) તેણે સં. ૧૭૧૦ના વૈ૦ સુઇ ૩ના રોજ ખંભાતમાં પિતાને ભણવા માટે “ઉપદેશમાલા” લખાવી. (શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્ર. નં. ૭૯૮) દુકાળે–ગુજરાતમાં સં. ૧૬૨@ી ૧૬૩૨ એમ ચાર વર્ષો સુધી દુકાળ પડ્યો હતો. સં. ૧૬૩૩માં સુકાળ થયો. શત્રુંજયતીર્થ ચાર વર્ષ સુધી ઉજજડ બની રહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibraryorg
SR No.001079
Book TitleJain Paramparano Itihas Vol 4
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy